Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Assembly : ગૃહમાં ઉઠ્યો પાક વળતરનો મુદ્દો, સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ, અર્જુન મોઢવાડિયાનું નિવેદન

વિધાનસભામાં ઉઠ્યો પાક વળતર અંગેનો મુદ્દો ખેડૂતોને વળતર મુદ્દે ગોળ-ગોળ જવાબ મળ્યાઃ વિમલ ચુડાસમા હેક્ટર દીઠ 33 ટકા કરતા વધારે નુકસાન હોય ત્યાં રૂ. 8500 ફાળવશે : અર્જુન મોઢવાડિયા Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રની શરૂઆત થઈ...
gujarat assembly   ગૃહમાં ઉઠ્યો પાક વળતરનો મુદ્દો  સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ  અર્જુન મોઢવાડિયાનું નિવેદન
  1. વિધાનસભામાં ઉઠ્યો પાક વળતર અંગેનો મુદ્દો
  2. ખેડૂતોને વળતર મુદ્દે ગોળ-ગોળ જવાબ મળ્યાઃ વિમલ ચુડાસમા
  3. હેક્ટર દીઠ 33 ટકા કરતા વધારે નુકસાન હોય ત્યાં રૂ. 8500 ફાળવશે : અર્જુન મોઢવાડિયા

Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસું સત્રની શરૂઆત થઈ છે. પહેલા જ દિવસેમાં ગૃહમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાએ (Vimal Chudasama) પાક વળતર મુદ્દે સરકાર પર પ્રહાર કરી અનેક સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ગૃહમાં કહ્યું કે, સરકાર પાક વળતર મુદ્દે ગોળ ગોળ જવાબ આપે છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Assembly: કોંગ્રેસના ધારાસભ્યોના દેખાવો...

Advertisement

સરકાર દેખાડા માટે જ સરવે કરે છે : વિમલ ચુડાસમા

કોંગ્રેસ (Congress) નેતા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કમોસમી વરસાદ અને અન્ય કારણોસર ખેડૂતોને થયેલા પાક નુકસાનનાં વળતરનો મુદ્દો ગૃહમાં (Gujarat Assembly) ઉઠાવ્યો હતો. તેમણે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન વિમલ ચુડાસમાએ આક્ષેપ કરતા કહ્યું કે, પાક વળતર અંગે સરકાર ગોળ-ગોળ જવાબ આપે છે. સોમનાથ-જૂનાગઢ (Somnath-Junagarh), પોરબંદર સહિત વિવિધ જિલ્લાઓમાં સરવેની કામગીરી અને કયાં પાકને કેટલું નુકસાન થયું તે અંગે તેમણે સવાલ કર્યો હતો. વિમલ ચુડાસમાએ કહ્યું કે, પાક વળતરને લઈ ખેડૂતોને અત્યાર સુધી માત્ર ગોળ ગોળ જવાબ જ મળ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ગત વર્ષે પણ સરવે બાદ સરકારે ખેડૂતોને વળતર ચુકવ્યું નહોતું. સરકાર દેખાડા માટે જ સરવે કરે છે પણ પાક નુસકાનીનું વળતર ચુકવતી નથી.

આ પણ વાંચો - Assembly: વિધાનસભાના 3 દિવસનું ટૂંકુ સત્ર આજથી શરુ...

Advertisement

પાક નુકસાનને લઈ અર્જુન મોઢવાડિયાનું નિવેદન

બીજી તરફ પાક નુકસાનને લઈ પોરબંદરનાં (Porbandar) ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. MLA અર્જુન મોઢવાડિયાએ (MLA Arjun Modhwadia) કહ્યું કે, ઘેડ વિસ્તારમાં વધુ વરસાદથી પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકાર SDRF હેઠળ મદદ કરવા માગે છે એ અંગે પણ ખાતરી આપી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, હેક્ટર દીઠ 33 ટકા કરતા વધારે નુકસાન હોય ત્યાં 8500 રૂપિયા ફાળવશે. સાથે જ વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકસાનીમાં વળતર અપાશે. ઉપરાંત, તેમણે કહ્યું કે, કાયમી ધોરણે પાણી ભરાય છે તે અંગે રજૂઆત કરાઈ છે. સેકોન એન્જિનિયરિંગ કંપની દ્વારા ઘેડ (Ghed) અંગે અહેવાલ તૈયાર થઇ રહ્યો છે. નદી પરનાં દબાણ દૂર કરવા ખેડૂતોએ પણ તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે, નદીની ક્ષમતા 1 લાખ 36 હજાર ક્યુસેક હોવી જોઈએ, જેની સામે હાલ માત્ર 26 હજાર ક્યુસેક છે.

આ પણ વાંચો - VADODARA : ભારત બંધમાં લોકોને જોડવા રેલી નિકળી, વેપારીઓને અપીલ

Tags :
Advertisement

.