Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RSS : મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ભૂજમાં મહત્વની બેઠક

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છ આવી પહોંચ્યા હતા.જેઓનું હવાઈ મથકે ભાજપના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું. મોહન ભાગવત સાથે મહત્વની બેઠક મુખ્યમંત્રીએ ભુજની આર. ડી.વરસાણી સ્કૂલમાં પહોંચીને સંઘ સંચાલક ડોક્ટર મોહન...
rss   મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ભૂજમાં મહત્વની બેઠક

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ

Advertisement

આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છ આવી પહોંચ્યા હતા.જેઓનું હવાઈ મથકે ભાજપના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

મોહન ભાગવત સાથે મહત્વની બેઠક

Advertisement

મુખ્યમંત્રીએ ભુજની આર. ડી.વરસાણી સ્કૂલમાં પહોંચીને સંઘ સંચાલક ડોક્ટર મોહન ભાગવત અને દત્તાત્રેય હોશબોલે સાથે બેઠક યોજી હતી.આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે દેશની સુરક્ષાનો મુદ્દો તેમજ રામ મંદિર નિર્માણનો મુદ્દો બેઠકમાં ચર્ચાયો હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં તમામ પ્રાંત પ્રચારકો ઉપસ્થિત રહ્યા હતા. આજે મુખ્યમંત્રીએ બે કલાક સુધી બેઠકમાં ભાગ લીધો હતો. સરહદી વિસ્તારમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેનાર હોવાનું પણ જાણવા મળે છે. આગામી 9 નવેમ્બર સુધી આ બેઠક ચાલશે.

Advertisement

હિન્દુત્વનો મુદ્દો ચર્ચામાં રહેશે

ભુજમાં આર. એસ.એસ.ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરએ કાર્યકારીની બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ભુજમાં રાષ્ટ્રીય બેઠક યોજાવા જઇ રહી છે જેમાં હિન્દુત્વનો મુદ્દો ચર્ચામાં રહેશે.સંઘ સમય સાથે વિચાર કરે છે. સંગઠનમાં બદલાવ અંગે પણ ચર્ચા થશે. સંઘની શિક્ષા વર્ગ અંગે બેઠક થશે. 2024 માં સંઘ દ્વારા શિક્ષા વર્ગ શરૂ થશે. બેઠકમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે ચર્ચા થશે જેમાં અલગ અલગ ગામને આવરી લેવામાં આવશે. 2025 માં સંઘને 100 વર્ષ થશે.ત્યારે કાર્ય વિસ્તાર માટે પણ ચર્ચા થશે. શતાબ્દી વર્ષને લઈને તમામ તૈયારી રહેશે. સામાજિક પરિવર્તન માટે પ્રયાસો કરાશે

લોકસભા ચૂંટણીની ચર્ચા નહીં થાય

બેઠકમાં ત્રણ દિવસમાં 381 કાર્યકર્તા દેશભરમાંથી આવશે અને રાજનૈતિક ચર્ચાઓ પણ કરાશે. દેશના સરહદી વિસ્તારમાં આ બેઠક અગત્યની છે. જો કે લોકસભા ચૂંટણીને લઈને હજુ કોઈ ચર્ચા નહીં રહે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. 5 નવેમ્બરથી 7 નવેમ્બર રાષ્ટ્રીય મુદા પર બેઠક રહેશે.

આ પણ વાંચો---HIGH COURT : તમારા પોલીસ કમિશનર અને કલેક્ટર ભગવાન હોય એ રીતે વર્તી રહ્યાં છે, અમને વધુ બોલવા માટે મજબૂર ન કરશો

Tags :
Advertisement

.