Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી! જાણો કયાં કેટલો વરસાદ, CM નું હવાઇ નિરીક્ષણ

Rain in Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દ્વારકા (Dwarka), કચ્છ, જામનગર, સુરત (Surat), જૂનાગઢ, પોરબંદર સહિતનાં વિવિધ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ થતાં નદી, તળાવ છલકાયાં છે. ગામ, ખેતરોમાં વરસાદી પાણી ભરાયાં છે, જેના કારણે લોકોને...
rain in gujarat   આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી  જાણો કયાં કેટલો વરસાદ  cm નું હવાઇ નિરીક્ષણ

Rain in Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દ્વારકા (Dwarka), કચ્છ, જામનગર, સુરત (Surat), જૂનાગઢ, પોરબંદર સહિતનાં વિવિધ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ થતાં નદી, તળાવ છલકાયાં છે. ગામ, ખેતરોમાં વરસાદી પાણી ભરાયાં છે, જેના કારણે લોકોને ભારે હાલાકી અને નુકસાન વેઠવું પડ્યું છે. સાથે જ કેટલાક ધોરીમાર્ગ પર પાણી ભરાતાં અવરજવર બંધ કરવા ફરજ પડી છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) આગાહી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Advertisement

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) આજે ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ (Valsad), દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ (Rajkot), ગીર સોમનાથ, કચ્છમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરાયું છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ (Bharuch), ડાંગ, રાજકોટ, વડોદરા, ગીર સોમનાથ, કચ્છ, તાપી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા (Banaskantha), પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ (Panchmahal), દાહોદ, વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે.

Advertisement

કયાં કેટલો ખાબક્યો વરસાદ ?

સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેહુલિયો મૂશળધાર વરસ્યો (Rain in Gujarat) છે. માહિતી મુજબ, દ્વારકામાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છનાં (Kutch) નખત્રાણામાં 5 ઈંચ, જામનગરનાં જોડિયામાં પોણા 5 ઈંચ, સુરતનાં પલસાણામાં પણ પોણા 5 ઈંચ, કચ્છનાં માંડવીમાં સવા 4 ઈંચ, લખપત અને મુંદ્રામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે, સુરતનાં બારડોલી, નવસારીનાં (Navsari) ખેરગામમાં 3 ઈંચ, સુરત, કામરેજ, વ્યારા, ગણદેવી, મહુવામાં અઢી ઈંચ, ચોર્યાસી, આહવા, વાંસદા, વઘઈ, વાલોડમાં પણ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સુબીર, સોનગઢ, વંથલી, ભાણવડમાં 2 ઈંચ, ડોવલણ, પારડી, ધરમપુરમાં 2 ઈંચ સહિત રાજ્યનાં 30 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાવદે આગાહી કરી હતી.

Advertisement

મછુન્દ્રી ડેમ 91 ટકા ભરતા એલર્ટ

માહિતી મુજબ, ઉના (Una) તાલુકાનો મછુન્દ્રી ડેમ 91 ટકા ભરતા એલર્ટ જાહેર કરાયું છે. ડેમ ભરાતા ઉના તથા ગીર ગઢડાનાં 16 ગામને એલર્ટ કરાયાં છે. ઉનાનાં ચાચકવડ, દેલવાડા, કાળાપાણ નવાબંદર સહિતના ગામ એલર્ટ કરાયાં છે. જ્યારે ગીર ગઢડાનાં રસુલપરા, કોદિયા, દ્રોણ સહિતનાં ગામ એલર્ટ પર છે. તંત્રએ લોકોને નદીનાં પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે. જ્યારે જૂનાગઢનાં (Junagadh) મેંદરડા પંથકમાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ થતાં મગફળીમાં પ્રતિ વીઘા 4 હજારથી વધુ જ્યારે સોયાબિનમાં પ્રતિ વીઘા 2 હજારનું નુકસાન થયું હોવાની માહિતી છે.

પ્રભાવિત વિસ્તારોનું CM એ કર્યું નિરીક્ષણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વારકા અને જામનગરમાં સાંબેલાધાર વરસાદ થતાં પ્રભાવિત વિસ્તારોનમાં સર્જાયેલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલે (CM Bhupendra Patel) ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ આ વિસ્તારોમાં પૂરતી મદદ કરવા, રાહત સામગ્રી પહોંચાડવા, રેસ્ક્યૂ ઓપરેશન સહિતની માહિતી મેળવી હતી.

આ પણ વાંચો - Gujarat માં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ ખાબક્યો, કેટલાય ડેમ થયો ઓવરફ્લો

આ પણ વાંચો - Gir Somnath : ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો! NH પર 2 માસ પૂર્વે શરૂ થયેલો કરોડોનો નવો બ્રિજ બેસી ગયો

આ પણ વાંચો - Gujarat: બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યને ઘમરોળશે, આટલા જિલ્લામાં પડી શકે છે વરસાદ

Tags :
Advertisement

.