Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત

ઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARABH VALINATH DHAM) પણ નવા બનેલા શિવ મંદિરનો...
tarabh valinath dham   માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને mp બાબુભાઈ દેસાઈ સાથે gujarat first ની ખાસ વાતચીત

ઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARABH VALINATH DHAM) પણ નવા બનેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે, જેમાં દેશના ખૂણેખૂણેથી ભક્તો પધારી રહ્યા છે. આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી સુધી ઊજવાશે. આ મહોત્સવને લઈ માલધારી સમાજના આગેવાન એવા દિનેશભાઈ દેસાઈ ( Dineshbhai Desai) અને સાંસદ બાબુભાઈ દેસાઈ (Babubhai Desai) સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ખાસ વાતચીત કરી હતી.

Advertisement

900 વર્ષ પહેલા અમારા ગુરૂએ અહીં ધૂણી ધખાવી હતી : બાબુભાઈ દેસાઈ

ઉત્તર ગુજરાતના વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે જ્યારે દેવાધિદેવ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આ પ્રસંગે ચારેય દિશાઓમાંથી સંતો, મહંતો અને માઠાધિપતિઓ હાજર રહેવાના છે. 16 ફેબ્રુઆરીથી લઈને 22મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તરભના વાળીનાથ મહાદેવ મંદિરના ભવ્ય ઈતિહાસથી લઈને આજે જ્યારે ઐતિહાસિક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે રબારી સમાજની (Rabari Samaj) ગુરૂગાદી એવા આ ધામ વિશે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ (MP Babubhai Desai) સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ખાસ વાતચીત કરી છે. સાંસદ બાબુભાઈ દેસાઈએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજની ગુરૂગાદી છે. આ ધામ રબારી સાથે અન્ય સમાજના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. 900 વર્ષ પહેલા અમારા ગુરૂએ અહીં ધૂણી ધખાવી હતી.

રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ

Advertisement

'રાજ્ય સરકારે મંદિરના નિર્માણ માટે રૂ. 10 કરોડની મદદ કરી'

સાંસદ બાબુભાઈ દેસાઈએ ગુજરાત ફર્સ્ટને વધુમાં જણાવ્યું કે, ગિરનારની તળેટીમાંથી વિરમગીરીજી મહારાજ (Viramgiri Bapu) અહીં આવ્યા હતા. વિરમગીરી બાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી. તરભ એ વિરમગીરીજી મહારાજની તપોનિષ્ઠ ભૂમિ છે. પવિત્ર સંતો-મહાત્માઓની ભૂમિ એટલે વાળીનાથ ધામ (Valinath Dham). તેમણે કહ્યું કે, આ મંદિર સાથે કાઠી દરબારોનો ઈતિહાસ જોડાયેલો છે. આ મંદિરની પાછળ સમાજના અનેક દાતાઓનું યોગદાન રહ્યું છે. તેમણે કહ્યું કે, હું ગુજરાત સરકારનો પણ આભાર માનું છે કે સરકારે પણ આ મંદિરના નિર્માણ માટે રૂ. 10 કરોડ જેટલી મદદ કરી છે. PM મોદી (PM Modi) અને અમિતભાઈ શાહે (Amit Shah) પણ મદદ કરી છે. તેમણે કહ્યું કે, PM મોદીના હસ્તે ભગવાન શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. સાંસદે આગળ કહ્યું કે, જયરામગીરી બાપુએ (Jayaramgiri Bapu) કરેલો સંકલ્પ પરિપૂર્ણ થયો છે. સોમનાથ પછીનું ભવ્ય મંદિર એટલે વાળીનાથ ધામ. અંદાજે 20 થી 25 લાખ શિવભક્તો દર્શનાર્થે આવશે. ભક્તો માટે પ્રસાદીનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના તીર્થધામ તરીકે વાળીનાથ મહાદેવનો વિકાસ થયો છે.

વાળીનાથ મંદિર એ રબારી સમાજની ગુરૂ ગાદી છે : દિનેશભાઈ દેસાઈ

બીજી તરફ માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈએ (Dineshbhai Desai) પણ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 900 વર્ષ પહેલા અમારા ગુરૂ વિરમગીરીજી મહારાજે અહીં ધૂણી ધખાવી હતી. અહીં દેવાધિદેવ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. વાળીનાથ મંદિર એ રબારી સમાજની ગુરૂ ગાદી છે. અહીં સોમનાથ મંદિર (Somnath Temple) જેવું જ મંદિર બનાવવાનું વિચાર્યું હતું. મંદિરની ઊંચાઈ 101 ફૂટ, લંભાઈ 275 ફૂટ અને 165 ફૂટ જેટલી પહોળાઈ છે. મંદિરનું નકશીકામ, કોતરણી કામ માટે અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કારીગરો દ્વારા કરવામાં આવી છે.

Advertisement

માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ

'બળદેવગીરી બાપુએ ગરીબ બાળકો માટે ભગીરથ કાર્યો કર્યા'

તેમણે કહ્યું કે, અમારા ગુરૂજીના કુળદેવી હિંગળાજ માતાનું પણ મંદિર બનાવ્યું છે. સાથે ગુરૂજીના ગુરૂ દત્તાત્રેય ભગવાનના મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બળદેવગીરી બાપુએ (Baladevgiri Bapu) વર્ષ 1964માં પુસ્તકની પરબની શરૂઆત કરી હતી. તેમણે ગરીબ બાળકો માટે ભગીરથ કાર્યો કર્યા હતા. રબારી સમાજ સહિત અન્ય સમાજના બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવાનું કામ બાપુએ કર્યું હતું. દિનેશભાઈ દેસાઈએ આગળ જણાવ્યું છે કે, આ મંદિર નજીક એક ગુરુકુળનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, એક હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, અમારી સંસ્થા દ્વારા ભક્તોના ભોજનની મંદિરમાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચારેય જગદગુરૂ હાજરી આપશે. સાથે જ દેશના મઠાધિપતિ, દેશભરના મોટા અખાડાના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહેશે. અહીં, વિશેષ સ્થાન હોવાથી વિશેષ હવનનું આયોજન કરાયું છે. વિદ્વાન આચાર્યોની હાજરીમાં આહુતિ અપાશે. તેમણે કહ્યું કે, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે.

આ પણ વાંચો - TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવભક્તોનું ઘોડાપુર, ડોમ, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય સહિતની સુવિધા ઊભી કરાઈ

Tags :
Advertisement

.