Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tarbha Valinath Dham : PM મોદીને સોનાની પાઘડી પહેરાવીને કરાશે વિશેષ સન્માન, 5 લાખ લોકો રહેશે હાજર

મહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ઊજવાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. માહિતી મુજબ,...
tarbha valinath dham   pm મોદીને સોનાની પાઘડી પહેરાવીને કરાશે વિશેષ સન્માન  5 લાખ લોકો રહેશે હાજર

મહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ઊજવાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. માહિતી મુજબ, વાળીનાથ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોનાની પાઘડી (Golden Turban) પહેરાવીને વિશેષ સન્માન કરાશે.

Advertisement

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરભ વાળીનાથ ધામ ખાતે (Tarbha Valinath Dham) ચાલી રહેલા સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. પીએમ મોદીના આગમનને લઈને ધામ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે વાળીનાથ ધામ ખાતે અંદાજે 5 લાખથી વધુ ભક્તો હાજર રહેશે. આ જનમેદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ સન્માન કરાશે. મહંત જયરામગીરી બાપુ (Mahant Jayaramgiri Bapu) પીએમ મોદીને સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરશે. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) પણ હાજર રહેશે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરાશે.

Advertisement

કચ્છ, પાટણ, ઉત્તર ગુજરાત, રાજસ્થાનના રબારી સમાજના લોકો હાજર રહેશે

જણાવી દઈએ કે, આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રબારી સમાજની (Rabari Community) બહેનો અને ભાઈઓ દ્વારા સમાજના અલગ-અલગ પહેરવેશ પહેરીને સ્વાગત કરવામાં આવશે. કચ્છ (Kutch), પાટણ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના (Rajasthan) રબારી સમાજના લોકો સહિત અન્ય સમાજના લોકો, અગ્રણીઓ મોટી સંખ્યમાં હાજર રહેશે. માહિતી મુજબ, તરભ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપ (BJP) નેતાઓ પણ હાજરી આપશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel), યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત યુવા મોરચાના ઉત્તર ગુજરાતના આગેવાનો અને પ્રદેશ મહામંત્રી પણ હાજર રહેશે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghvi : શોધ યોજના, ગ્રામ સુરક્ષા કવચ યોજના, ત્રિશુળ યોજના અને સુગમ યોજનાને લઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત, જાણો વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.