સામાન્ય માણસ નવી કારના લઈ શકે ત્યારે પોતાની ગમતી કાર સેકંડ માર્કેટમાંથી મેળવી પોતાની અને પરિવારની ઈચ્છા પૂરી કરતો હોય છે. વિસનગરમાં આવું સેકન્ હેન્ડ કારના માર્કેટે જોર પકડ્યું છે. વિસનગર હવે સેકન્ડ હેન્ડ કાર લે-વેચ માટેનું જાણે હબ બની ગયું છે. વિસનગરમાં પ્રવેશતાની સાથે જ અહીં રોડ પર સેકન્ડ હેન્ડ કારના ખડકલા જ જોવા મળે છે.મહેસાણાનું વિસનગરએ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક માત્ર ઑટો હબ
સામાન્ય માણસ નવી કારના લઈ શકે ત્યારે પોતાની ગમતી કાર સેકંડ માર્કેટમાંથી મેળવી પોતાની અને પરિવારની ઈચ્છા પૂરી કરતો હોય છે. વિસનગરમાં આવું સેકન્ હેન્ડ કારના માર્કેટે જોર પકડ્યું છે. વિસનગર હવે સેકન્ડ હેન્ડ કાર લે-વેચ માટેનું જાણે હબ બની ગયું છે. વિસનગરમાં પ્રવેશતાની સાથે જ અહીં રોડ પર સેકન્ડ હેન્ડ કારના ખડકલા જ જોવા મળે છે.
મહેસાણાનું વિસનગરએ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક માત્ર ઑટો હબ બની ગયું છે. વિસનગરમાં પ્રવેશતાની સાથે જ અહી સેકંડ હેન્ડ ગાડીઓના ખડકલા જોવા મળે છે. વિસનગરમાં આજથી 25-30 વર્ષ પહેલા સેકન્ડ હેન્ડ ગાડીઓનો વેપાર શરૂ થયો હતો. શરૂઆતમાં અહી બે-પાંચ વેપારીઓએ સેકંડ ગાડીઓ લે-વેચનો વેપાર શરૂ કરેલો જે હાલમાં 120થી વધુ વેપારીઓ સેકન્ડ હેન્ડ ગાડીઓનો વેપાર કરી રહ્યા છે. વિસનગરમાં સેકન્ડ હેન્ડ ગાડીઓ લે-વેચ માટે લોકોનું વિશ્વાસ પાત્ર સ્થળ એટલા માટે બની ગયું છે કે અહીં અત્યાર સુધી ગાડી લે-વેચ માં અત્યાર સુધી કોઈ છેતરપિંડીની ફરિયાદ સામે નથી આવી. સેકંડ કાર લે-વેચમા વિસનગરમાં વર્ષે 7 કરોડથી વધુનો વેપાર નોંધાય છે.
.jpg)
સેકન્ડ હેન્ડ કાર લેતા સમયે ગ્રાહકોને છેતરાવવાનો ડર પણ રહેતો હોય છે ત્યારે વિસનગરમાં લે-વેચ થતી ગાડીઓ મોટા ભાગે ફર્સ્ટ ઓનર જોવા મળે છે. ગાડીઓના કાગળો ની ચોક્કસ રીતે ચકાસણી કરવામાં આવે છે. અને ગાડી ખરીદનાર ને તુરંત કાગળો કે આર સી સોંપવામાં આવે છે. સેકંડ કારમાં લોન પણ મળી જાય તેવી વ્યવસ્થા કરાય છે. અને ખાસ તો અહી થી કાર ખરીદવામાં પાર્ટ્સ બદલાઈ જાય તેવી ફરિયાદો પણ નથી હોતી. જેથી એક વાર અહીંથી સેકંડ હેન્ડ કાર લેનાર ને સંતોષ થતા બીજા ગ્રાહકો પણ વિસનગરમાં સેકંડ હેન્ડ કાર ખરીદવાનો આગ્રહ રાખે છે.
આમ, ઉત્તર ગુજરાતમાં વિસનગર શહેર વર્ષોથી ઑટો હબ તરીકે પ્રચલિત થઈ ગયું છે. અને વર્ષે દહાડે અહી થી સેકંડ હેન્ડ કાર ખરીદવા આવતા લોકો ની સંખ્યા પણ વધતી જઈ રહી છે. વર્ષોથી વેપાર કરતા વેપારીઓ પણ ગ્રાહકો નો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કટિબદ્ધ રહે છે. અને ગ્રાહકો છેતરાય નહિ તે રીતે કાર ની ગુણવત્તા ની ચોખવટ સાથે જ વેપાર કરતા હોય છે. અહી લો બજેટ થી લઈને પ્રીમિયમ કાર પણ સેકંડ હેન્ડમાં મળી જતા હવે પ્રીમિયમ સેગમેંન્ટ ની કાર ખરીદવા પણ લોકો અહી આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.