Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : માલધારી સમાજ અને ઠાકોર સમાજે સરકાર સામે 10 માંગણી રજૂ કરી

Ambaji : વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji )ખાતે એક તરફ મા અંબાના ચાચર ચોકમાં પૂનમ પર્વની ઉજવણી થવાના થોડા જ કલાકો બાકી રહ્યા છે,ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજ પણ રાજકીય પક્ષોને ચેતવણી આપતું હોય તેવા 10...
ambaji   માલધારી સમાજ અને ઠાકોર સમાજે સરકાર સામે 10 માંગણી રજૂ કરી

Ambaji : વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji )ખાતે એક તરફ મા અંબાના ચાચર ચોકમાં પૂનમ પર્વની ઉજવણી થવાના થોડા જ કલાકો બાકી રહ્યા છે,ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજ પણ રાજકીય પક્ષોને ચેતવણી આપતું હોય તેવા 10 મુદ્દાઓ રજૂ કરીને ખળભળાટ મચાવ્યો છે. વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ખાતે ઓબીસી સમાજના આગેવાનો પોતાની ટીમ સાથે અંબાજી (Ambaji )મંદિરના ચાચર ચોકમાં આવ્યા હતા અને માના મંદિરમાં દર્શન કર્યા હતા અને પોતાની આગામી રણનીતિ વિશે મીડિયા સાથે વાત કરી હતી.

Advertisement

ઠાકોર સમાજ અને માલધારી સમાજના પ્રદેશ પદાધિકારીઓ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે

2024 લોકસભા ચૂંટણીનુ બ્યુગલ વાગી ગયું છે.આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીઓમા લાગી ગયા છે. તકેટલાક સામાજિક સંગઠનો પણ 2024 ની ચૂંટણીનો લાભ મળી જાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે. ખાસ કરીને OBC સમાજ પોતાની રણનીતિ બનાવી સરકાર પાસે પોતાના સમાજના કામ કઢાવી લેવાના વેતરણમા લાગ્યા છે, ત્યારે ઠાકોર સમાજ અને માલધારી સમાજના પ્રદેશ પદાધિકારીઓ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા અને માતાજી ના દર્શન કરી આવતી કાલે હોમ હવન પણ અંબાજી ખાતે કરશે. ખાસ કરીને માલધારી અને ઠાકોર સમાજ ને ન્યાય અપાવવા આ બંને સમાજો એક થઇ રાષ્ટ્રીય પક્ષો પાસે ને હયાત સરકાર પાસે 10 પ્રશ્નો ની માગણી કરી છે.

Advertisement

:- 10 મુદ્દાઓ:-

1. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની

Advertisement

2. ગાયને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગ, ગાય માટે કાળો કાયદો રદ કરવો અને લાયસન્સ પ્રથા રદ કરવી

3. ઓબીસી આયોગની રચના કરવી

4. ઓબીસી બોર્ડ નિગમોમાં 1000 કરોડની ફાળવણી કરવી

5. દરેક સરકારી સંસ્થાઓમાં ઓબીસી રિઝર્વેશન આપવામાં આવે, 50% મહિલાઓને અનામત મળે

6. ગૌચર ખુલ્લા કરવા ગૌચર ખુલ્લા કરવા અને વાડા દસ્તાવેજી કરવા

7. ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સબંધીનો કડક અમલ કરવો

8. દરેક પાંચ ગામ વચ્ચે પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ પૂરી પાડવામાં આવે

9. ઓબીસીની વસ્તી પ્રમાણે સરકારી બિનસરકારી અને ખાનગી સેક્ટરમાં રોજગારીની અનામત આપવી

10. પશુપાલકોને ખેડૂતોનો દરજ્જો આપવો, બોર્ડ નિગમોમાં તાત્કાલિક ચેરમેનની નિમણૂક

અહેવાલ--શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો----ICG: ભારતીય કોસ્ટ ગાર્ડનો 48મો સ્થાપના દિવસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.