Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valinath Dham : વાળીનાથ મહોત્સવમાં PM MODI ના કાર્યક્રમને લઈને બંદોબસ્ત અને તૈયારીઓની સમીક્ષા કરાઈ...

ઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (Valinath Dham) પણ નવા બનેલા શિવ મંદિરનો પ્રાણ...
valinath dham   વાળીનાથ મહોત્સવમાં pm modi ના કાર્યક્રમને લઈને બંદોબસ્ત અને તૈયારીઓની સમીક્ષા કરાઈ

ઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (Valinath Dham) પણ નવા બનેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે, જેમાં દેશના ખૂણેખૂણેથી ભક્તો પધારી રહ્યા છે. આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી સુધી ઊજવાશે.

Advertisement

મહોત્સવના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી હાજરી આપશે

મહોત્સવના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી હાજરી આપશે. 22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહ યોજાશે. તરભ વાળીનાથ મંદિર (Valinath Dham) પ્રાણ પ્રાતિસ્થાનો આજે 3જો દિવસ છે. જેમાં આજે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. વાળીનાથ ધામ (Valinath Dham) ખાતે સવારે 9 વાગ્યેથી બપોરે 1 વાગ્યા સુધી શિવકથા ગીરીબાપુ મુખે થશે. તેમજ ગુજરાત રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 4 સાંજે થી 5 કલાકે મોટી વેશનલ સ્પીકર, 5 થી 6 સાંજે ધર્મ સભા તથા રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે.

Advertisement

22 તારીખે PM મોદી હાજરી આપવાના છે

વાળીનાથ મહોત્સવ (Valinath Dham)માં 22 તારીખે PM મોદી હાજરી આપવાના છે. આ કાર્યક્રમની આખરી તૈયારીના ભાગરૂપે આજે રેન્જ આઈ જી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ,મહેસાણા એસ પી,ડી વાય એસ પી અને વિસનગર પી આઈ બેઠકમાં હાજર રહ્યા હતા. PM ના કાર્યક્રમને લઈને બંદોબસ્ત અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. PM નું સભા સ્થળ મંદિરથી બહાર તૈયાર કરવામાં આવ્યું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે...

મહત્વનું છે કે, મહેસાણાના વાળીનાથ ધામ (Valinath Dham) ખાતે 22 ફેબ્રુઆરીએ પીએમ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં PM મોદી વાળીનાથ ધામ (Valinath Dham)થી અનેક કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 5 SP, 18 DySP, 48 PI પોલીસ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે. આ સિવાય 145 PSI અને 2200 પોલીસ બંદોબસ્તમાં હાજર રહેશે.

Advertisement

રૂદ્રાક્ષના મણકામાંથી શિવલિંગ તૈયાર કરાયું

યજ્ઞ મંડપની આગળ રૂદ્રાક્ષના મણકામાંથી બનાવવામાં આવેલું વિશાળ કદનું શિવલિંગ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.તેમજ પૂર્વ મહંત બળદેવગિરિની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરાશે. વિસનગરના તરભ વાળીનાથ (Valinath Dham) મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચી છે. રવિવારે 1,100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ શરૂ થશે. આ દરમિયાન આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે રૂ.11 લાખ કરતાં પણ વધુ દાન આપનાર દાતાઓની દેહ શુદ્ધિકરણ વિધિ કરાઈ હતી.

આ પણ વાંચો : Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.