Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Girnar : ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલવારી માટે 6 ટીમોની રચના!

ગિરનાર પર્વત (Girnar) પર આવેલા મંદિરોની નજીક ગંદકી મામલે હાઈકોર્ટના (High Court) નિર્દેશો બાદ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઇકોર્ટમાં આ સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, ગિરનાર અભયારણ્યમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક સાથે પ્રવેશ...
girnar   ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ  અમલવારી માટે 6 ટીમોની રચના

ગિરનાર પર્વત (Girnar) પર આવેલા મંદિરોની નજીક ગંદકી મામલે હાઈકોર્ટના (High Court) નિર્દેશો બાદ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઇકોર્ટમાં આ સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, ગિરનાર અભયારણ્યમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. સાથે જ કોર્ટે 8 માર્ચના રોજ આવતી મહાશિવરાત્રી (Mahashivratri) પર્વને લઈને અત્યારથી જ યોગ્ય પગલાં લેવા સરકારને ટકોર કરી છે.

Advertisement

ગિરનાર (Girnar) પર્વત પર આવેલા મંદિરોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મુલાકાત લેતા હોય છે. ત્યારે મંદિરની નજીક ગંદકી થતાં લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થવાની ફરિયાદો કોર્ટ સમક્ષ આવી હતી. આ મામલે કોર્ટે સરકારને કેટલાક નિર્દેશ આપ્યા હતા. કોર્ટના નિર્દેશો બાદ હવે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું (Affidavit) રજૂ કર્યું છે. રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંધનામું રજૂ કરતા જણાવ્યું કે, સરકારે ગિરનાર અભયારણ્યમાં (Girnar) કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. ગિરનાર અભયારણ્યમાં આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે.

Advertisement

અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને દાતાર મંદિર પાસે ટીમો તૈનાત

સરકારે માહિતી આપી કે, આ પ્રતિબંધની અમલવારી માટે છ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. અંબાજી મંદિર (Ambaji Temple), દત્તાત્રેય મંદિર અને દાતાર મંદિર પાસે ટીમો તૈનાત રહેશે. સાથે જ મંદિરોની નજીકની સફાઈ માટેની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપાઈ છે. સાથે જ સફાઈકર્મીઓની સંખ્યામાં પણ વધારો કરાશે. ગંદકી કરનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ હાઈકોર્ટે અભયારણ્ય વિસ્તાર કે ઇકો સેંસિટિવ ઝોન આસપાસમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટેની બ્લુ પ્રિન્ટ અને એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો હતો.

Advertisement

'પ્રથમ અધિકારીઓએ સંવેદનશીલ થવું પડશે'

હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે, કચ્છના રણમાં પણ પ્લાસ્ટિકની ગંદકી જોવા મળે છે. સરકારે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટર વિશે અવલોકન કરતા કહ્યું કે, સૌપ્રથમ અધિકારીઓએ સંવેદનશીલ થવું પડશે, તો જ લોકોમાં પણ સંવેદનશીલતા લાવી શકાશે. આ સાથે કોર્ટે 8 માર્ચના રોજ આવતી મહાશિવરાત્રીને લઈને અત્યારથી જ યોગ્ય પગલાંઓ લેવા અને પ્લાસ્ટિક પ્રતિબંધ બાબતે યોગ્ય પ્રસિદ્ધિ અને જાણજાગૃતિ લાવવાનાં પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. 28 માર્ચ સુધીમાં વિસ્તૃત એક્શન પ્લાન સાથેની વિગતો રજૂ કરવા પણ કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.

આ પણ વાંચો - QUESTIONS : કેડીલાના CMD રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસમાં નવો વળાંક

Tags :
Advertisement

.