ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ankleshwar માંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરમાં ગુજરાત અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર GIDCમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ એટલે કે 518 કિલો કોકેઈન ( Ankleshwar Drugs Case) મળી...
08:37 AM Oct 14, 2024 IST | Vipul Pandya

રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરમાં ગુજરાત અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર GIDCમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ એટલે કે 518 કિલો કોકેઈન ( Ankleshwar Drugs Case) મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 હજાર કરોડ થવા જાય છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ દિલ્હીની કંપનીએ 518 કિલો કોકેઈન ઓર્ડર આપીને બનાવડાવ્યું હતું. આ કોકેઇન દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબમાં લઈ જવાનું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ડ્રગ્સ સપ્લાય કરવાનું હોવાની માહિતી મળી રહી છે. પોલીસે આ મામલે આવકાર પ્રાઈવે લિમિટેડ કંપનીના ત્રણ ડિરેક્ટરોની ધરપકડ કરી છે જેમાં અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાનિયાનો સમાવેશ થાય છે.

Tags :
Ankleshwar Drugs CaseAnkleshwar GIDCAwakar Drugs LimitedBharuchBharuch PoliceChemicalCocaineCrimeDelhi Special CellDrug dealingdrugsDrugs ManufacturingDrugs SupplyGujaratGujarat ATSGujarat FirstGujarat Police
Next Article