Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch Police: મહિલા પોલીસ પાસે દહેજના નામે લાખો રૂપિયા પડાવી મારી નાખવાની આપી ધમકી

Bharuch Police:  Bharuch માં Police Station માં ફરજ નિભાવતી પરણિત મહિલાકર્મીએ પોતાના પતિ સહીત સાસરિયા પક્ષના 11 લોકો સામે Bharuch બી ડિવિઝન Police Station માં ઘરેલુ હિંસા, મારામારી, ખંડણી, દહેજ માંગણી સહિત વિવિધ આઇપીસીની કલમ મુજબ ગંભીર પ્રકારનો ગુનો દાખલ...
bharuch police  મહિલા પોલીસ પાસે દહેજના નામે લાખો રૂપિયા પડાવી મારી નાખવાની આપી ધમકી

Bharuch Police:  Bharuch માં Police Station માં ફરજ નિભાવતી પરણિત મહિલાકર્મીએ પોતાના પતિ સહીત સાસરિયા પક્ષના 11 લોકો સામે Bharuch બી ડિવિઝન Police Station માં ઘરેલુ હિંસા, મારામારી, ખંડણી, દહેજ માંગણી સહિત વિવિધ આઇપીસીની કલમ મુજબ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરાવતા સાસરીમાં હવે મહિલા Police પણ સુરક્ષિત નથી તેવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

  • મહિલા Police ભાવનાબેન ધ્રાંગીયાએ ફરિયાદ નોંધાવી

  • સાસરિયાઓમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાવી

  • પતિ કામચોર અને પત્નીના ઘરે રહેતો હોવાનો આક્ષેપ

Bharuch બી ડિવિઝન Police Station માં Bharuch Police Station માં ફરજ બજાવતી મહિલા Police ભાવનાબેન ધ્રાંગીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે ફરિયાદીના લગ્ન દેવાંગ મેવાડા સાથે તારીખ 13-12-2021 ના રોજ થયા હતા. તો પતિ ફરિયાદીને માનસિક ત્રાસ આપતા અને તારો બાપ તો મરી ગયો લગ્નમાં કશું આપેલ નથી અને ભિખારીની જેમ તારા લગ્ન કરી દીધા છે. તેમ કહી ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હતું. તે ઉપરાંત ખંડણી પેટે 21 લાખની માંગણી કરી હતી.

સાસરિયાઓમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાવી

જેમાં ફરિયાદીએ કાકા પાસેથી 12 લાખ રૂપિયા સાસરિયાઓ ને આપ્યા હતાં. તેમ છતાં 9 લાખની માંગણી સતત કરતા અને ફરિયાદી પાસે પણ જે રૂપિયા સાચવેલા તે પણ 1.89 લાખ પડાવી લીધા હતા.જે સાસરિયાઓએ ગુગલ પે થી લીધા હોય અને સતત સાસરિયઓની ખંડણી અને દહેજની માંગણીથી ત્રાસી જતા અને સાસરિયાઓની ખંડણીથી કંટારી મહિલા Police એ Bharuch બી ડિવિઝન Police Station માં પતિ સહીત સાસરિયાઓમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

પતિ કામચોર અને પત્નીના ઘરે રહેતો હોવાનો આક્ષેપ

તે ઉપરાંત પતિ પણ કામધંધો ન કરતા પત્ની જ્યાં Police Headquarters ખાતે રહેતી હતી. ત્યાં આવીને પડી રહેતો અને ફરિયાદીને ત્રાસ આપતો હતો. જ્યારે મહિલા Police ચા પીવા બેસતી હતી, તો તેની ચા માં ચૂનાની પિચકારી માર હતો. અને વારંવાર એનકેન પ્રકારે હેરાન કરી ગરમ પાણીમાં મહિલા Police નો પગ ડબોડી દઝાડી અમાનુષી અત્યાચાર કરતા આખરે ફરિયાદીએ ફરિયાદ નોંધવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ દિનેશ મકવાણા

Advertisement

આ પણ વાંચો: PGVCL News: પોરબંદરના વધુ એક ભાજપ નેતાએ પીજીવીસીએલ વિરુધ્ધ બળાપો કાઢ્યો

Tags :
Advertisement

.