Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પરથી ગુજરાત એટીએસ (Gujarat ATS) પકડાયેલા 4 આતંકીઓ મામલે સતત નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આંતકીઓની પૂછપરછમાં માહિતી મળી છે કે, 4 પૈકીના 2 આતંકીઓ અગાઉ પણ ભારત આવી ચૂક્યા છે. આ આંતકીઓ...
gujarat ats   4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા  ફેબ્રુ થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પરથી ગુજરાત એટીએસ (Gujarat ATS) પકડાયેલા 4 આતંકીઓ મામલે સતત નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આંતકીઓની પૂછપરછમાં માહિતી મળી છે કે, 4 પૈકીના 2 આતંકીઓ અગાઉ પણ ભારત આવી ચૂક્યા છે. આ આંતકીઓ અત્યાર સુધી 7 થી 8 વાર ભારત આવી ચૂક્યા છે. જ્યારે એક આતંકી ટેક્સટાઈલના વ્યવસાય માટે, બીજો આતંકી સોનાના વ્યવસાય અને સ્મલિંગ માટે ભારત આવ્યો હતો.

Advertisement

અગાઉ 7 થી 8 વખત 2 આંતકી ભારત આવ્યા હતા

ગઈકાલે ગુજરાત ATS એ (Gujarat ATS) મોટી કાર્યવાહી કરી અમદાવાદ એરપોર્ટ પરથી 4 ખૂંખાર આતંકીઓની ધરપકડ કરી છે. આ ચારેય આંતકી ચેન્નાઇ એરપોર્ટથી (Chennai airport) વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પહોંચ્યા હતા. બાતમીના આધારે ગુજરાત ATS એ આંતકીઓની ઓળખ કરી અટક કરી હતી. ધરપકડ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં સતત નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ, 4 પૈકીના 2 આંતકી અગાઉ 7 થી 8 વખત ભારત આવી ચૂક્યા છે.

ફેબ્રુઆરીથી ચારેયની IS આતંકી ટ્રેનિંગ ચાલુ હતી

પોલીસ પૂછપરછ મુજબ, એક આંતકી ટેક્સટાઈલના વ્યવસાય (textile business) માટે જ્યારે બીજો આતંકી સોનાના વ્યવસાય અને સ્મલિંગ માટે ભારત આવ્યો હતો. આ ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી ટ્રેનિંગ ચાલુ હતી. IS આતંકી ટ્રેનિંગ બાદ હુમલો કરવા આ ચારેય અમદાવાદ આવ્યા હતા. માહિતી મુજબ, ગુજરાત ATS એ (GUJARAT ATS) આતંકીઓની ધરપકડની તેમના પરિવારને જાણ કરી છે અને ગુજરાત ATS સાથે શ્રીલંકાની પોલીસ (Sri Lankan police) પણ આ મામલે તપાસ કરી રહી છે. અગાઉ તપાસ દરમિયાન IS આતંકીના મોબાઈલ ફોનમાંથી અબુ પાકિસ્તાનીનો (Abu Pakistani) ફોટો મળી આવ્યો હતો, જેણે આંતકીઓને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. આતંકીઓ સતત અબુ પાકિસ્તાનીના સંપર્કમાં હતા. આતંકીઓના મોબાઇલમાંથી શપથ લેતા હોય તેવો વીડિયો પણ મળી આવ્યો છે. હમાસ (Hamas) અને ફિલિપાઇન્સની (Philippines) ઘટના બાદ આ ચારેય આતંકી વધુ સક્રિય થયા હતા.

Advertisement

મોબાઇલમાંથી પ્રોટોન મેલ અને સિગ્નલ એપ્લિકેશન મળી

માહિતી મુજબ, ચારેય આરોપીઓને અલગ અલગ રાખી પૂછપરછ કરાઈ હતી. આંતકીઓના મોબાઇલમાં વાતચીત માટે પ્રોટોન મેલ (Proton Mail) અને સિગ્નલ એપ્લિકેશન મળી આવી હતી. બે મોબાઈલ ફોનથી ચેન્નઈ એરપોર્ટેનું વાઇ-ફાઇ ઉપયોગમાં લીધુ હોવીની માહિતી પણ સામે આવી છે. આથી, ATS એ ચેન્નઇ અને અમદાવાદ એરપોર્ટનો વાઇ-ફાઇ ડેટા મંગાવ્યો છે.

નાના ચીલોડા પાસે 3 રિવોલ્વર અને 20 કારતૂસ મળ્યા

શ્રીલંકાના મૂળના આ ચારેય આતંકવાદીઓ પાસેથી મળેલા ફોનમાં અમદાવાદ નજીક નાના ચીલોડા (Nana Chiloda) પાસે હથિયારો છુપાવ્યા હોવાના ફોટો પણ મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે આ અવવાવરું સ્થળે તપાસ કરતાં 3 રિવોલ્વર અને 20 કારતૂસ મળી આવ્યા હતા. આ સ્થળે આતંકવાદીઓ માટે કોણે હથિયાર મૂક્યા હતા તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ આદરી છે. સાથે જ ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ગુજરાત ATS એ તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!

આ પણ વાંચો - AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ

આ પણ વાંચો - Gujarat ATS : સુસાઇડ બોમ્બર બની ખતરનાક ષડયંત્ર રચનારા 4 આંતકીઓને લઈ આવ્યા મોટા સમાચાર

Tags :
Advertisement

.