Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આપણા યૌવનધનને નશિલા ડ્રગ્સથી બચાવીએ...

હમણાં હમણાં વિજિલન્સ વિભાગ દ્વારા બહારથી આવતા વિવિધ પ્રકારના નશાયુક્ત ડ્રગ્સના મોટા જથ્થાઓ પકડાય છે અને ત્યારે આપણી સામાજિક ચિંતામાં ખૂબ વધારો થાય છે. આ પકડાતાં ડ્રગ્સ સિવાય બીજું કેટલું મોટાપાયે ડ્રગ સમાજમાં  ફરતું હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી નાખે છે. આપણા ગુજરાત રાજ્યમાં છેલ્લા છ મહિનામાં જ સેંકડો ડ્રગ્સના ગુન્હા નોંધાયા છે અને સેંકડો લોકોની ધરપકડ પણ થઈ છે. મોટેભાગે નશ
આપણા યૌવનધનને નશિલા ડ્રગ્સથી બચાવીએ
Advertisement
હમણાં હમણાં વિજિલન્સ વિભાગ દ્વારા બહારથી આવતા વિવિધ પ્રકારના નશાયુક્ત ડ્રગ્સના મોટા જથ્થાઓ પકડાય છે અને ત્યારે આપણી સામાજિક ચિંતામાં ખૂબ વધારો થાય છે. આ પકડાતાં ડ્રગ્સ સિવાય બીજું કેટલું મોટાપાયે ડ્રગ સમાજમાં  ફરતું હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી નાખે છે. 
આપણા ગુજરાત રાજ્યમાં છેલ્લા છ મહિનામાં જ સેંકડો ડ્રગ્સના ગુન્હા નોંધાયા છે અને સેંકડો લોકોની ધરપકડ પણ થઈ છે. મોટેભાગે નશાનો વેપાર કરતાં લોકો એના વેચાણ અને વપરાશ માટે યુવાનોને ટાર્ગેટ બનાવે છે. આજકાલ યુવાનો પોતાના જીવનમાં “થ્રીલ” લાવવા કે કશુંક નવું કરવાની લાલચમાં લપેટાઈને નશો કરવા પ્રેરાય છે. ડ્રગ્સની લપસણી 
ધરતી ઉપર એકાદ વાર લપસ્યા પછી શરીર એનું બંધાણી બની જતાં યુવાન એમાંથી બહાર આવી શકતો નથી અને એ રીતે ડ્રગ્સના રવાડે ચડીને યૌવનધન તન અને મનથી વધુને વધુ ખોખલું બનતું જાય છે. વધારે ચિંતાનો વિષય એ પણ બને છે કે આજકાલ યુવાન કન્યાઓ માં પણ ગાંજો, ચરસ અને એથીય આગળ  વધીને વધારે જોખમી ડ્રગ્સ લેવાની જાણે કે એક ફેશન બનતી જઈ રહી છે. 
અમદાવાદ જેવા મોટા શહેરોમાં હુક્કાબારને નામે જે અડ્ડાઓ ચાલે છે તેમાંના મોટા ભાગના હુક્કાબારને નામે પીવાનો અને નશીલા પદાર્થો પૂરા પાડતાં હોવાનો પોલીસ બાતમી માં અનેક વખત બહાર આવ્યું છે. શહેરમાં, ગલીઓમાં અને રાત્રે સોસાયટીઓના અંધારા ખૂણામાં પણ નશાનો વેપાર અને વ્યવહાર ચાલી શકે છે જેના તરફ સામૂહિક જાગૃતિ લાવવી પડશે. 
આપણે મોટે ભાગે બધા જ દૂષણો સામે સરકાર, પોલીસની જવાબદારી સમજીને આપણી પોતાની જવાબદારીમાંથી છટકી જતા હોઈએ છીએ. હકીકતમાં પ્રત્યેક માતા-પિતાએ અને પરિવારે પોતાના સંતાનના સ્વાસ્થ્યની દરકાર રાખવી પડશે. ખાસ કરીને બાળક ટીનેજમાં પ્રવેશ કરે ત્યારે તેના બહારના મિત્રવર્તુળ અને તેની વર્તણુંક બાબતે વધારે ધ્યાન આપવું જોઈએ. કાનૂન અને પોલીસ તંત્રએ પણ વધારે કઠોર થવાની જરૂર છે.
Tags :
Advertisement

.

×