Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TRP GameZone : ગૃહવિભાગ એક્શન મોડમાં, CM ના આદેશ બાદ અમદાવાદમાં પણ તપાસનો ઘમઘમાટ

રાજકોટ TRP હત્યાકાંડ (TRP GameZone) બાદ રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસના સત્તાવાર આદેશ આપવામાં આવ્યા છે, જે હેઠળ ગાંધીનગર (Gandhinagar), મહેસાણા, પોરબંદર (Porbandar), જૂનાગઢ, આણંદ સહિતના વિવિધ જિલ્લાઓમાં આવેલા ગેમિંગ ઝોનમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ...
trp gamezone   ગૃહવિભાગ એક્શન મોડમાં  cm ના આદેશ બાદ અમદાવાદમાં પણ તપાસનો ઘમઘમાટ
Advertisement

રાજકોટ TRP હત્યાકાંડ (TRP GameZone) બાદ રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસના સત્તાવાર આદેશ આપવામાં આવ્યા છે, જે હેઠળ ગાંધીનગર (Gandhinagar), મહેસાણા, પોરબંદર (Porbandar), જૂનાગઢ, આણંદ સહિતના વિવિધ જિલ્લાઓમાં આવેલા ગેમિંગ ઝોનમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદ તંત્ર સક્રિય થયું છે.

ગૃહવિભાગ પણ એક્શન મોડમાં

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં (TRP Game Zone) લાગેલી વિકરાળ આગમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકો જીવતા ભડથું થયા હતા. આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનું ગૃહવિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. ગૃહવિભાગ (Home Ministry ) દ્વારા રાજ્યભરના ગેમઝોનમાં તપાસના સત્તાવાર આદેશ અપાયા હતા, જે હેઠળ ગાંધીનગરમાં ચાલતા ગેમિંગ ઝોન સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉપરાંત, મહેસાણામાં (Mehsana) રિજ્યોનલ ફાયર અધિકારી તપાસ કરી હતી. પોરબંદરના ગેમઝોનમાં પણ તપાસની કામગીરી હાથ ધરાઇ હતી.

Advertisement

મંજૂરી વગર ચાલતુ ગેમઝોન સીલ કરાયું

રાજકોટ TRP હત્યાકાંડ બાદ જૂનાગઢ (Junagadh) વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. મનપા, PGVCL અને પોલીસે સાથે મળી તપાસ આદરી હતી. જ્યારે, આણંદમાં સોજિત્રા રોડ પર આવેલ ગેમિંગ ઝોન પર ચેકિંગ હાથ ધરાયું હતું. માહિતી મુજબ, મારૂતિ સોલારીસમાં મંજૂરી વિના ચાલતું ગેમિંગ ઝોન સીલ કરાયું હતું. બીજી તરફ, મુખ્યમંત્રીના ( Chief Minister Bhupendra Patel) આદેશ બાદ અમદાવાદ તંત્ર સક્રિય થયું હતું. શહેરના અલગ-અલગ ગેમઝોનમાં ફાયર, વીજ વિભાગ અને AMC ની ટીમોએ તપાસ આદરી હતી. શહેરના આંબલી, સિંધુ ભવન, વસ્ત્રાપુર અને ભાટ સર્કલ ખાતે આવેલા ગેમિંગ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - TRP GameZone : રાજકોટ TRP ગેમ ઝોન હત્યાકાંડના આરોપીના ઘરે પહોંચ્યું Gujarat First

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ આ GameZone માં જતાં ચેતજો! Gujarat First ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો - TRP Game Zone Tragedy : હૈયું કંપાવે એવા હત્યાકાંડ બાદ રાજકોટ વેપારી મંડળનો મોટો નિર્ણય

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ

featured-img
રાષ્ટ્રીય

'ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ, વીજળી અને પાણી બંધ કરશે', અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પ પત્ર પર ઉઠાવ્યા સવાલ

featured-img
આંતરરાષ્ટ્રીય

વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ

featured-img
મનોરંજન

Saif Ali Khan હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્ની અને મા લેવા આવ્યા

featured-img
ગાંધીનગર

Sthanik Swaraj Election : ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? તારીખોની થઈ જાહેરાત

featured-img
સુરત

Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ

×

Live Tv

Trending News

.

×