Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRP GameZone Tragedy : ગેમઝોનના સંચલાકો સાથે તત્કાલિન કલેક્ટર, DDO સહિતના અધિકારીઓની છે સાંઠગાંઠ ?

રાજકોટમાં (Rajkot) ગઈકાલે સાંજે સર્જાયેલ ટીઆરપી ગેમઝોન (TRP Game Zone Tragedy) અગ્નિકાંડમાં માસૂમ બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકો જીવતા ભડથું થયાં હતાં. જ્યારે, કેટલાક ગંભીર રીતે દાઝ્યા છે અને કેટલાક ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ...
trp gamezone tragedy   ગેમઝોનના સંચલાકો સાથે તત્કાલિન કલેક્ટર  ddo સહિતના અધિકારીઓની છે સાંઠગાંઠ

રાજકોટમાં (Rajkot) ગઈકાલે સાંજે સર્જાયેલ ટીઆરપી ગેમઝોન (TRP Game Zone Tragedy) અગ્નિકાંડમાં માસૂમ બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકો જીવતા ભડથું થયાં હતાં. જ્યારે, કેટલાક ગંભીર રીતે દાઝ્યા છે અને કેટલાક ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ત્યારે આ હત્યાકાંડ માટે કોણ જવાબદાર છે અને દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ માટે SIT સહિત વિવિધ ટીમ કામે લાગી છે. જો કે, આ વચ્ચે રાજકોટ (Rajkot) અગ્નિકાંડમાં અધિકારીઓની સાંઠગાંઠ સામે આવી છે.

Advertisement

સંચાલકો સાથે કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ફોટા વાઇરલ

અગ્નિકાંડ મુદ્દે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે અગત્યની માહિતી આવી છે. ટીઆરપી ગેમઝોનના સંચાલકો (TRP Game Zone Tragedy) સાથે તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિત અન્ય અધિકારીઓની સાંઠગાંઠ સામે આવી છે. સોશિયલ મીડિયા પર હાલ એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. તત્કાલિન DDO, તત્કાલિન SP, મ્યુનિ. કમિશનર સાથેના ફોટો આવ્યા સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ ફોટોમાં લખેલું દેખાય છે કે, તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ (Arun Mahesh Babu) , SP બલરામ મીણા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા (Amit Arora), DCP Zone-1 પ્રણીવ મીણા સહિત અન્ય કેટલાક અધિકારીઓનો ટીઆરપી ગેમઝોનની મુલાકાત લેવા બદલ આભાર... જો કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ફોટોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ 6 શખ્સ સામે નોંધાયો ગુનો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, જે તે સમયે અધિકારીઓએ ગેમઝોનમાં મજા માણી હતી અને TRP ગેમઝોનના સંચાલકો સાથેના તેમના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જણાવી દઈએ કે, આ ગોઝારી ઘટના બાદ સરકાર દ્વારા સઘન તપાસ અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે, પોલીસે આ મામલે ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (Yuvraj Singh Solanki), રાહુલ લલીત રાઠોડ સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો - Rajkot આગકાંડમાં એક જ પરિવારના 7 લોકો ગુમ, ઘટના વાંચી આત્મા કકળી ઉઠશે

Advertisement

આ પણ વાંચો - TRP Gamezoneમાં ફાયર એનઓસી મુદ્દે કોઇને બચાવાના પ્રયાસ ?

આ પણ વાંચો - શું ઐયાશીનો અડ્ડો હતું TRP Game zone? સંચાલકોની બેદરકારી 33 લોકોને ભરખી ગઈ

Tags :
Advertisement

.