Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone) બાદ હવે RMC માં આંતરિક બદલીઓનો ઘાણવો જોવા મળ્યો છે. મ્યુનિ. કમિશનર ડી.પી. દેસાઈએ (Commissioner D.P. Desai) 35 કર્મચારીઓની બદલી કરી હોવાની માહિતી છે. માહિતી મુજબ, ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ...
rajkot trp gamezone   rmc માં એક સાથે 35 કર્મચારીઓની બદલી  આરોપી tpo સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone) બાદ હવે RMC માં આંતરિક બદલીઓનો ઘાણવો જોવા મળ્યો છે. મ્યુનિ. કમિશનર ડી.પી. દેસાઈએ (Commissioner D.P. Desai) 35 કર્મચારીઓની બદલી કરી હોવાની માહિતી છે. માહિતી મુજબ, ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ વેસ્ટનાં કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. બીજી તરફ ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી TPO મનસુખ સાગઠિયાનાં (TPO Mansukh Sagathia) 6 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે.

Advertisement

RMC માં 35 કર્મચારીઓની આંતરિક બદલી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP Gamezone) કુલ 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આ કેસમાં અલગ-અલગ તપાસ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, RMC કમિશનર ડી.પી. દેસાઈએ મોટી કાર્યવાહી કરી છે. તેમણે ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ વેસ્ટ મળી કુલ 35 કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. આ બદલીઓમાં ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારી, બાંધકામ વિભાગના 13 અને વોટર વર્કસના 7 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

Advertisement

આરોપી TPO સાગઠિયાનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર

બીજી તરફ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી અને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા 7 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. જો કે, કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. TPO મનસુખ સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બુક બનાવવા બાબતે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો. જો કે, આરોપી વિરુદ્ધ આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે, જેની તપાસ અર્થે પોલીસ (Rajkot Police) રિમાન્ડની માંગણી કરશે.

આ પણ વાંચો - Ahmedabad : મહિલા તબીબનાં આપઘાત કેસમાં આરોપી PI ખાચરની ધરપકડને લઈ મહત્ત્વનો હુકમ

Advertisement

આ પણ વાંચો - SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

આ પણ વાંચો - TET-TAT : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ-MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, કરી આ માગ

Tags :
Advertisement

.