Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Photos : બિપોરજોયે ગુજરાતમાં મચાવી તબાહી, ક્યાંક વૃક્ષ તો ક્યાંક દીવાલ ધરાશાયી

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ વિવિધ જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વક્ષો ધરશાયી થયા હતા. આ ઉપરાંત વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેના કારણે વીજ પ્રવાહ ખારવાયો છે. વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ...
photos   બિપોરજોયે ગુજરાતમાં મચાવી તબાહી  ક્યાંક વૃક્ષ તો ક્યાંક દીવાલ ધરાશાયી

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ વિવિધ જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વક્ષો ધરશાયી થયા હતા. આ ઉપરાંત વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેના કારણે વીજ પ્રવાહ ખારવાયો છે. વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

Advertisement

બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. ભારે પવનના કારણે શહેરમાં વિવિધ બનાવ બન્યા છે. ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં આગ લાગવાના 9 બનાવ અને ઝાડ પડવાના 5 બનાવો, ઈલેક્ટ્રિક પોલ પડવાના 3 બનાવો અને સાઈન બોર્ડ પડવાના 3 બનાવ સામે આવ્યા છે. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કુલ 20 જેટલા કોલ મળતા કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ લોક કલ્યાણ સેવા સંસ્થાની હોસ્ટેલના પતરાં ઉડતા બાળકોના બેડ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત રાજુલાના મોરંગી ગામે 20 વૃક્ષો તેમજ લોકોના મકાનના નળિયા ઉડ્યા તો કેટલીક જગ્યા ઉપર દીવાલ ધરાશાયી થઇ હતી. ભારે પવનના કારણે ઓખા બંદરે રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો જુઓ બિપોરજોય વાવાજોડાના કારણે સર્જાયેલી તારાજીની તસવીરો...

Advertisement

આ પણ વાંચો : બિપોરજોયને કારણે ઠેર ઠેર વીજળીના થાંભલા ધરાશાયી, યુદ્ધના ધોરણે રિકવરની કામગીરી શરૂ 

Advertisement
Tags :
Advertisement

.