Cyclone Biparjoy : દેવભૂમિ દ્વારકામાં ઘરે-ઘરે તપાસ કરીને કુલ 181 સગર્ભા મહિલાઓને ટ્રેક કરાઈ
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય છે. ત્યારે હવે આ વાવાઝોડાને (cyclone biparjoy) લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડુ કચ્છના જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ જખૌ બંદર થી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં છે. દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી દૂર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાના જોખમના પગલે તંત્ર દ્વારા આપદા પ્રબંધનના શક્ય તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાના પ્રભાવ ક્ષેત્રમાં આવતા તેવા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યુંછે. આ દરમિયાન આ વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓને વાવાઝોડાના કારણે કે સ્થાળાંતરના કારણે કોઈ તકલીફ ન પડે તે રીતે તેમની ખાસ સારસંભાળ રાખી તેઓને સલામત સ્થળે ખસેડવા દેવભૂમિ દ્વારકા પ્રશાસન કામગીરી કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, દ્વારકા જિલ્લામાં કુલ 181 સગર્ભા મહિલા ઓને સેલટેર હોમ ખાતે લઇ આવેલ જેમાં ગઈ કાલે રાત્રી નાં 9 માસ પૂર્ણ થતાં 169 મહિલાઓની સફળતા પૂર્વક ડિલિવરી કરવામાં આવી. દ્વારકામાં વાવાઝોડાની પરિસ્થિતિના પગલે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ સગર્ભા માતાઓને વન ટુ વન મેપ કરી શોધી આરોગ્ય કેન્દ્રો પર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ દ્વારા જેમની પ્રસૂતિની તારીખ નજીક છે તેવી સગર્ભા બહેનોને વન ટુ વન ટ્રેક કરવામાં આવ્યા છે.
વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ
આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી-બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતાના પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ જવા.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારીઓ
પાણીના સ્ત્રોતથી દૂર રહેવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. ઘરની બહાર નીકળવાનું ટાળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ રાખવાની તકેદારીઓ
સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં તેમજ ખુલ્લા – છૂટા પડેલા વાયરોને અડકવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો, ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક