Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓલપાડનો ડભારી દરિયો બન્યો ગાંડોતૂર, બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી

બિપરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું રહી છે. ઓલપાડના ડભારી દરિયાએ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે અને સાવચેતીના પગલાભરી રહ્યું છે,...
ઓલપાડનો ડભારી દરિયો બન્યો ગાંડોતૂર  બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી

બિપરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું રહી છે. ઓલપાડના ડભારી દરિયાએ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે અને સાવચેતીના પગલાભરી રહ્યું છે, હાલ દરિયા નજીક જવાની મનાઈ ફરમાવામાં આવી છે.

Advertisement

ડભારી દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

ગણતરીની કલાકોની અંદર ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું ત્રાટકશે કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્યનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને પાણી પહેલા પાળ બંધાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરિયા વિસ્તારના કાંઠા ગામડાઓમાં જોવા મળી રહી છે. સતત પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડભારી દરિયાએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયાના મોજામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના પાણી છેક પ્રોટેક્શન વોલ નજીક આવી ગયા છે. સતત દરિયો આગળ વધી રહ્યો છે, જેને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે.

Advertisement

દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને હાલ ઓલપાડ ડભારી દરિયા કિનારે લોકોની અવર જવર બંધ કરાવી દેવામાં આવી છે. તેમજ સાવચેતીના ભાગરૂપે ઓલપાડ પોલીસ અને સાગર સુરક્ષાદળના જવાનોને તૈનાત કરાયા છે અને કોઈપણ વ્યક્તિઓને દરિયા નજીક જવા દેવામાં આવતા નથી. ઉલ્લેખનિય છે કે, ઓલપાડ તાલુકાના 27 જેટલા ગામોને એલર્ટ કરાયા છે, ડભારી સહિતના ગામોમાં શેલ્ટર હોમ પણ બનાવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડાને લઇ અંબાલાલ પટેલે એકવાર ફરી જાણો શું કરી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ઉદય જાદવ

Tags :
Advertisement

.