Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લેન્ડફોલ થતાં જ બિપોરજોય બન્યું ખતરનાક...!

ગુજરાતના દરિયા કાંઠે તબાહીના દ્રષ્યો ઠેર ઠેર વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી વાવાઝોડા બિપોરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરુપ  જખૌની આસપાસ 100 કિમી સુધી નુકશાન  અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાઇ ગયું છે.  લેન્ડફોલ બાદ દરિયા કાંઠાના...
લેન્ડફોલ થતાં જ બિપોરજોય બન્યું ખતરનાક
Advertisement
  • ગુજરાતના દરિયા કાંઠે તબાહીના દ્રષ્યો
  • ઠેર ઠેર વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી
  • વાવાઝોડા બિપોરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરુપ 
  • જખૌની આસપાસ 100 કિમી સુધી નુકશાન 
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાઇ ગયું છે.  લેન્ડફોલ બાદ દરિયા કાંઠાના વિસ્તારોમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો દેખાવા લાગ્યા છે. અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષ પડી ગયા છે.
બિપોરજોયે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું
અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે તે મુજબ 500થી વધુ વીજ થાંભલા પડી ગયા છે. હાલમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પવનની ગતિ  100 કિમીથી વધુ છે.   અત્યારે જે સ્થિતી જોવા મળી રહી છે તે જોતાં વાવાઝોડું  બિપોરજોયે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જખૌમાં 100 કિલોમીટર સુધી નુકસાન થયું છે.
લેન્ડફોલ મધરાત સુધી રહેશે
લેન્ડફોલ બાદ દરિયામાં ઉછળતા મોજા 5 મીટર ઉંચા જઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોયની લેન્ડફોલ  મધરાત સુધી ચાલુ રહેશે. સમગ્ર ગુજરાત અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જારી રાખવામાં આવ્યું છે. પરિસ્થિતિ એવી આવી છે કે કચ્છ અને દ્વારકામાં વીજકાપ થઈ ગયો છે. પવનની ગતિ સતત વધી રહી છે અને તે ઝડપી પણ બની રહી છે. હાલમાં દ્વારકા, માંડવી, કચ્છ, સોમનાથ, સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Rajya sabha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર,કહ્યું-31 માર્ચ 206 સુધીમાં......

featured-img
ગુજરાત

VADODARA : જિલ્લા પંચાયત કચેરીને મળ્યું અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ સભાખંડ

featured-img
ગુજરાત

Gujarat Budget 2025-26:રાજ્યની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ

featured-img
ગુજરાત

VADODARA : આરટીએસના કેસોના નિકાલ માટે ખાસ રેવન્યુ કોર્ટનો પ્રારંભ

featured-img
બિઝનેસ

Stock Market: સતત 5માં દિવસે ગ્રીનઝોનમાં બંધ,આ ત્રણ શેરમાં જબરદસ્ત ઉછાળો

featured-img
આંતરરાષ્ટ્રીય

આટલા દિવસ અવકાશમાં રહ્યા પછી પણ સુનીતા વિલિયમ્સ અંને વિલ્મોરને નહીં મળે પગાર!, જાણો કેમ?

Trending News

.

×