Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુલાઈમાં દરિયામાં કંઇક મોટું થશે ? અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, Video

ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે, એવામાં ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં...
જુલાઈમાં દરિયામાં કંઇક મોટું થશે   અંબાલાલ પટેલે કરી ભારે આગાહી  video

ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે, એવામાં ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે.

Advertisement

તેમણે જણાવ્યું કે, ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં ઊભી થવા જઇ રહેલી સ્થિતિ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે જણાવ્યું છે. આ વખતના ચોમાસાની પેટર્ન અલગ છે. આ વખતના ચોમાસામાં વિવિધ ભાગોમાં લો પ્રેશર થાય છે. આ લો પ્રેશરમાં એકાએક વરસાદ થાય છે. બંગાળના ઉપસાગરમાં 1000 મિલીબારની આસપાસ હવાનું દબાણ છે, જે થોડું વધારે રહેવું જોઇએ.

બીજા રાઉન્ડમાં એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. જોકે, તારીખ 7થી 12 દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો, મહેસાણા અને પાલનપુરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

Advertisement

આ વરસાદ 14, 15, 16 સુધી પણ રહી શકે છે. સાથે જ 19થી 21 દરમિયાન ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હાલની સ્થિતિ જોતાં જુલાઇ મહિનામાં ભારે વહન આવવાની શક્યતા રહેશે. તેમજ દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદ થશે. ગંગા-જમનાના જળ સ્તરમાં વધારો થશે. ઉત્તર ભારતની નદીઓમાં પણ પુરની સ્થિતિ રહેશે. તે સિવાય ચાર અને પાંચ જુલાઇએ દરિયા કિનારા પવન ફૂંકાશે અને દરિયામાં એક મોટી હલચલ જોવા મળશે. આ હલચલ ધીમે ધીમે સમુદ્ર કિનારે આવી જશે ત્યારે રાજ્યમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હાલ દરિયામાં તાપમાન ઊંચું છે.

Advertisement

આ સિવાય 4થી 7 જુલાઇ દરમિયાન મોટી હલચલ જોવા મળશે. 10થી 12 જુલાઇ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાશે. 10, 11 અને 12નું હવામાન વિશિષ્ટ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, હાલ દરિયાની હલચલને જોતાં માછીમારોએ દરિયો ખેડતાં વિચાર કરવો જોઇએ.

આ પણ વાંચો : કેસમાં નામ નાંખો અને પૈસા માગો, કેમ કહ્યું સટ્ટા કિંગ અમિત મજેઠીયાએ Police માટે…

Tags :
Advertisement

.