VADODARA : બંગાળમાં હિંસા મામલે TMC સાંસદના ઘર બહાર કાળી પટ્ટી પહેરી વિરોધ
VADODARA : કેન્દ્ર સરકારના વક્ફ બીલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં ખાસ કરીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું સપાટી પર આવ્યું છે. બંગાળના મુર્શીદાબાદમાં હિંદુઓની હાલત કફોડી બનતી જાય છે. ત્યારે ત્યાંના તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ મૂળ વડોદરાના છે. તેમનો પરિવાર તાંદલજામાં વસે છે. આજે જાગૃત નાગરિક દ્વારા યુસુફ પઠાણના નિવાસ સ્થાન બહાર કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, યુસુફ પઠાણે સાંસદ તરીકે શાંતિ માટે આગળ આવવું જોઇએ. અને તે માટે નિવેદન આપવું જોઇએ. (PROTEST OUTSIDE TMC MP YUSUF PATHAN HOUSE ABOUT TENSED ATMOSPHERE IN MURSHIDABAD, BANGAL)
હિંદુઓને ઠેસ પહોંચે છે
જાગૃત નાગરિક નરેન્દ્ર ગોસ્વામીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બંગાળના મુર્શીદાબાદમાં દંગા થઇ રહ્યા છે. જેના લીધે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચી રહી છે. ત્યાંના સાંસદ યુસુફ પઠાણ છે, તેમના મોંઢામાંથી શાંતિ બાબતે એક પણ શબ્દ નીકળ્યો નથી. જેનો હું વિરોધ કરી રહ્યો છું. હિંદુઓને ઠેસ પહોંચે છે. તેઓ શાંતિ માટે આગળ આવે તે માટે હું આવ્યો છું. તે સાંસદ છે, તેમના જ મતવિસ્તારમાં આ ઘટના થઇ છે. ત્યારે તેમણે તેમના સોશિયલ મીડિયા પર ચ્હાની ચુસ્કી મારતા ફોટો મુક્યા છે. અનેક રાજકીય પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે.
મેં યુસુફ પઠાણનો કોઇ સંપર્ક કર્યો નથી
વધુમાં જણાવ્યું કે, તેમણે સાંસદ તરીકે શાંતિ માટે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ બંને ભાઇઓ દેશની શાન હતા, અને રહેશે. તેમનું આટલું મોટું કદ હોવા છતાં શાંતિ માટે તેઓ કંઇ બોલતા નહીં હોવાનું શર્મજનક વાત છે. જેને હું વખોડું છું. તેમણે એક સાંસદ તરીકે બોલવું જોઇએ, જે તેમની ફરજ છે. સાંસદ તરીકે તેમનું પારિવારિક રહેતું હોય, તેમને ડિસ્ટર્ડ કરવા નથી. મેં યુસુફ પઠાણનો કોઇ સંપર્ક કર્યો નથી. મારે મીડિયાના માધ્યમથી આ સંદેશ પહોંચાડવો છે. મારી માંગણી છે કે, મુર્શીદાબાદમાં હિંદુ પર અત્યાચાર થઇ રહ્યો છે. તે સમયે તમે શાંત થઇને બેઠા છો. તેમના તરફથી શાંતિ માટે આગળ આવવું જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : NDPS ના આરોપીના ગેરકાયદે દબાણો પર 'બુલડોઝરવાળી'