Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પગાર 30 હજાર પણ ઘેર 20 લક્ઝયુરિયસ કાર અને 150 વિદેશી ડોગ...વાંચો, મહિલા એન્જિનિયરના કારનામા

મધ્યપ્રદેશમાં લોકાયુક્તની ટીમે જોરદાર ઓપરેશન હાથ ધર્યું છે. ગુરુવારે, ટીમે રાજ્યની રાજધાની ભોપાલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરની વૈભવી જીવનશૈલી જોઈને લોકાયુક્તની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહિલા આસિસ્ટન્ટ...
પગાર 30 હજાર પણ ઘેર 20 લક્ઝયુરિયસ કાર અને 150 વિદેશી ડોગ   વાંચો  મહિલા એન્જિનિયરના કારનામા
મધ્યપ્રદેશમાં લોકાયુક્તની ટીમે જોરદાર ઓપરેશન હાથ ધર્યું છે. ગુરુવારે, ટીમે રાજ્યની રાજધાની ભોપાલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરની વૈભવી જીવનશૈલી જોઈને લોકાયુક્તની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરનો પગાર માત્ર ત્રીસ હજાર રૂપિયા છે અને દરોડા દરમિયાન જે વસ્તુઓ અને મિલકત મળી છે તે પગાર કરતાં ત્રણસો ગણી વધારે છે. આસિસ્ટન્ટ મહિલા ઈજનેરે ત્રીસ હજારના પગારથી આટલું મોટું પ્રોપર્ટીનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું?  મહિલાના ઘરેથી દેશી-વિદેશી જાતિના 150 કૂતરા, ત્રીસ લાખની કિંમતનું ટીવી, 20 લક્ઝરી કાર અને અઢી લાખ રૂપિયાનું રોટલી બનાવવાનું મશીન મળી આવ્યું છે.
30 હજારનો પગાર અને 30 લાખનું ટી.વી
દરોડા પાડનાર ટીમને મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરમાંથી ત્રીસ લાખની કિંમતનું ટીવી મળી આવ્યું છે. ત્રીસ હજારનો પગાર ધરાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર પાસે આટલી મોંઘી ચીજવસ્તુઓ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા તે પ્રશ્ન હજુ યથાવત છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. દરોડા પાડનાર ટીમે જણાવ્યું કે મળી આવેલ ત્રીસ લાખની કિંમતનું ટીવી હજુ સુધી અનબોક્સ પણ કરવામાં આવ્યું નથી.
20 લક્ઝરી કાર અને એક થાર ગાડી
કોન્ટ્રાક્ટ જોબ કરતી મહિલાનું જીવન કેટલું વૈભવી હોય છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાના એપાર્ટમેન્ટમાં 20 લક્ઝરી કાર અને એક મહિન્દ્રા થાર પાર્ક કરી છે. આટલી બધી કાર અને પ્રોપર્ટી ખરીદવા માટે કોન્ટ્રાક્ટની નોકરી કરતી મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયર માટે પૈસા ક્યાંથી આવ્યા તે હજુ એક રહસ્ય છે.
150 દેશી-વિદેશી જાતિના કૂતરા
ભોપાલ સ્થિત એક મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરે દરોડો પાડવા ગયેલી ટીમે જ્યારે જોયું કે મહિલા એન્જિનિયરના ઘરે દેશી અને વિદેશી જાતિના 150થી વધુ કૂતરા હાજર હતા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ શ્વાનને રહેવા માટે ઘરમાં વીસ રૂમ બનાવવામાં આવ્યા હતા. આ શ્વાન આ વીસ રૂમમાં રહેતા હતા. એન્જિનિયરના ઘરે દરોડો પાડવા ગયેલી ટીમના સભ્યો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે આ કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે એક મશીન ખરીદવામાં આવ્યું છે અને તે મશીનની કિંમત 2.5 લાખ રૂપિયા છે.
પગાર 30 હજાર, મિલકત 300 ગણી વધારે
દરોડા પાડનાર ટીમે મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરની મિલકતની આકારણી કરી હતી. ટીમના જણાવ્યા અનુસાર મહિલા એન્જિનિયર હેમા મીના પાસે તેમના પગાર કરતાં ત્રણસો ગણી વધુ સંપત્તિ છે. હેમા મીનાએ તેના પતિથી છૂટાછેડા લીધા છે. 13 વર્ષ પહેલા નોકરી મળ્યા બાદ આટલી સંપત્તિ ક્યાંથી મેળવી તેની તપાસ ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.