Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 1.53 લાખ થી વધુ વાહનો વેચાયા

વર્ષ 2022 ઓટો સેકટર માટે ફળદાયી રહ્યું છે..વાહન ખરીદીમાં બે વર્ષનો રેકોડ બ્રેક થયો છે. અમદાવાદ માં છેલ્લા એક વર્ષમાં 1.53 લાખ થી વધુ વાહનો વેચાયા છે.જે ગત વરસ ની સરખામણીએ 25% વધુ છે. કોરોના ને કારણે ઓટો સેકટર માં છેલ્લાં ઘણા સમય થી મંદી જોવા મળતી હતી.પરંતુ કોરોનાનો કહેર ઘટતા રથયાત્રા, દશેરા અને નવા વરસ માં વાહનો નું ધૂમ વેચાણ અમદાવાદ માં થયું છે.અમદાવાદમાં જાન્યુઆરી 2022 થી  ડિસેમ્બર 2022 સુધીમાà
અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 1 53 લાખ થી વધુ વાહનો વેચાયા
વર્ષ 2022 ઓટો સેકટર માટે ફળદાયી રહ્યું છે..વાહન ખરીદીમાં બે વર્ષનો રેકોડ બ્રેક થયો છે. અમદાવાદ માં છેલ્લા એક વર્ષમાં 1.53 લાખ થી વધુ વાહનો વેચાયા છે.જે ગત વરસ ની સરખામણીએ 25% વધુ છે. કોરોના ને કારણે ઓટો સેકટર માં છેલ્લાં ઘણા સમય થી મંદી જોવા મળતી હતી.પરંતુ કોરોનાનો કહેર ઘટતા રથયાત્રા, દશેરા અને નવા વરસ માં વાહનો નું ધૂમ વેચાણ અમદાવાદ માં થયું છે.
અમદાવાદમાં જાન્યુઆરી 2022 થી  ડિસેમ્બર 2022 સુધીમાં 98601 ટુ વિહલર વેચાયા હતા તે 2021 માં 76394 વેચાયા હતા. તો બીજીતરફ કારનાં વેચાણમાં પણ વધારો જોવા મળ્યો. 2022માં અમદાવાદમાં 44733 કાર નું વેચાણ થયું હતું જે 2021માં 36450 હતું. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપરાંત અન્ય સાધનોનાં વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. 2021 માં જ્યાં 6523 અન્ય વાહનો વેચાયા તે વધીને 2022માં 10533 વાહનો વેચાયા હતા.
સૌથી વધુ દ્રિચક્રિય વાહન લેવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે
2022 માં લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વધુ વળ્યા છે.એટલે કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં 7 ગણો વધારો નોંધાયો છે.જેમાં સૌથી વધુ દ્રિચક્રિય વાહન લેવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે.પેટ્રોલ થી ચાલતા વાહનોની 4.38ટકા અને ડિઝલથી ચાલતા વાહનોની પંસદગીના 0.80 ટકા ઘટાડો નોંધાયો છે.
આપણ  વાંચો-
Advertisement
Tags :
Advertisement

.