Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં વરસાદી છાંટા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ સહીત સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આખોદિવસ  વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાત્રીના સમયે અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદી છાંટા શરુ થયા હતા. વાતાવરણમાં થયેલા અચાનક બદલાવના કારણે ખેડૂત અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ચિંતામાં મુકાà
અમદાવાદના વાતાવરણમાં પલટો  અનેક વિસ્તારમાં વરસાદી છાંટા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ સહીત સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આખોદિવસ  વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાત્રીના સમયે અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદી છાંટા શરુ થયા હતા. 

Advertisement

વાતાવરણમાં થયેલા અચાનક બદલાવના કારણે ખેડૂત અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. કેરીના પાકને ભારે નુકશાની થવાની ભીતિ છે.  બીજી તરફ યાર્ડમાં ઘઉં, ચાણા, મરચા સહીત અનેક પાકની આવક શરુ થઇ ચુકી છે. વરસાદી માહોલના કારણે પાકને નુકશાન થશે. 
રોગચાળો વધવાની સંભાવના 
એક તરફ ગુજરાતમાં કોરોનના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ બેવડી ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. દિલ્હીમાં આજે જ 1000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ રોગચાળો વધવાની સંભાવના છે. 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે અને બે દિવસ સામાન્ય વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવતા સંબંધીત તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત કરીને ખુલ્લામાં રહેલા પાકને સલામત સ્થળે ખસેડવા સુચના આપી છે. એપીએમસી સહિતના સ્થળો પર પણ પાકને સલામત રીકે રાખવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.

Tags :
Advertisement

.