MP : દતિયામાં 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી, 9 લોકો કાટમાળ નીચે દટાયા, 7 ના મોત
- MP માં મોટી દુર્ઘટના
- 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી
- મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મધ્યપ્રદેશ (MP)ના દતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ઘરની બાજુમાં આવેલા 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલના કાટમાળ નીચે નવ લોકો દટાયા હતા. જેમાંથી 7 લોકોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 4 વાગ્યે ખલકાપુરા વિસ્તારમાં બની હતી. દિવાલ ધરાશાયી થવાને કારણે બાજુના મકાનમાં રહેતા નવ લોકો કાટમાળ નીચે દટાયા હતા. દતિયા જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ માકિને જણાવ્યું હતું કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સાત લોકોના મોત થયા હતા.
આ કિલ્લો 400 વર્ષ જૂનો...
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે 'રાજગઢ' નામનો કિલ્લો 400 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે અને તેમાં એક સમયે મ્યુઝિયમ હતું, જે બાદમાં અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF) ટીમને બચાવ કામગીરીના ભાગરૂપે છ કલાકથી વધુ સમય સુધી સખત મહેનત કરવી પડી હતી. તેમણે કહ્યું કે બે ઘાયલ લોકોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ માકિનના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી પાંચ એક જ પરિવારના હતા, જ્યારે અન્ય બે અન્ય પરિવારના હતા. મૃતકોની ઓળખ નિરંજન વંશકર (55), મમતા વંશકર (45), શિવમ (20), સૂરજ (17), રાધા (23), કિશન વંશકર (55) અને પ્રભા (50) તરીકે થઈ છે.
આ પણ વાંચો : Maharashtra Gas Leak : થાણેના અંબરનાથમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીક, લોકોને ઘરમાં રહેવાની અપીલ
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું...
दतिया में राजगढ़ किले की पुरानी दीवार ढहने से कई अनमोल जिंदगियों की मृत्यु का समाचार अत्यंत ही पीड़ादायी है। दुःख की इस घड़ी में हम सभी शोकाकुल परिवारों के साथ हैं।
घटना की सूचना मिलते ही SDERF तथा जिला प्रशासन की टीम द्वारा तत्काल रेस्क्यू ऑपरेशन शुरू कर दिया गया था, लेकिन…
— Dr Mohan Yadav (@DrMohanYadav51) September 12, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે SDERF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ જ્યાં ઘર આવેલું છે તે શેરીની સાંકડીતાને કારણે ઘણા પ્રયત્નો છતાં લોકોનો જીવ બચાવી શકાયો નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પીડિતોના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : Delhi : નબી કરીમ વિસ્તારમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી, બેને બચાવી લેવામાં આવ્યા