દિલ્હી CM કેજરીવાલને નીચલી કોર્ટે આપ્યા જામીન હાઈકોર્ટે ફગાવ્યા
Bail or Jail : દિલ્હીના વિશેષ ન્યાયાધીશ ન્યાય બિંદુએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi's Chief Minister Arvind Kejriwal) ને ગુરુવારે જામીન (Bail) આપ્યા હતા. તે પછી CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી હાઈકોર્ટ (Delhi HighCourt) માં પહોંચ્યું. જ્યા દિલ્હી હાઈકોર્ટે (HC) કેજરીવાલના જામીનને ફગાવી દીધી છે. હાઈકોર્ટે શુક્રવારે સાંજે EDની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખતા કહ્યું કે કેજરીવાલ અત્યારે જેલમાં જ રહેશે. આ રીતે ટ્રાયલ કોર્ટે આપેલા જામીનને હાઈકોર્ટે 24 કલાકમાં ફગાવી દીધા હતા.
કેજરીવાલને Bail કે Jail?
ગુરુવારે જામીન મળ્યા બાદ EDએ શુક્રવારે સવારે આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે તેમને જામીનનો વિરોધ કરવાની તક આપવામાં આવી નથી અને કોર્ટનો વિગતવાર ચુકાદો હજુ જારી કરવાનો બાકી છે. ત્યારપછી હાઈકોર્ટે સબઓર્ડિનેટ કોર્ટના નિર્ણય સામે EDની અપીલ પર સુનાવણી ન થાય ત્યાં સુધી કેજરીવાલની તિહારમાંથી મુક્તિ પર રોક લગાવી દીધી હતી. તેના થોડા સમય બાદ જજ ન્યાય બિંદુનો વિગતવાર આદેશ અપલોડ કરવામાં આવ્યો હતો. તેમના આદેશમાં, ટ્રાયલ જજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રજૂઆતનો ઉલ્લેખ કર્યો છે કે જો કેજરીવાલને મુક્ત કરવામાં આવે છે, તો ચાલી રહેલી તપાસને અસર થઈ શકે છે. EDનું કહેવું છે કે તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. જો કે, ચુકાદો જણાવે છે કે તપાસ અધિકારીએ અહેવાલ આપ્યો છે કે કથિત રૂ. 100 કરોડમાંથી માત્ર રૂ. 40 કરોડ જ શોધી શકાયા છે. બાકીની રકમ શોધવા માટે પણ કોઈ સ્પષ્ટ સમયરેખા નથી. આ પહેલા ન્યાયાધીશ બિંદુએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ED એ સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે કે સમગ્ર મની ટ્રેલને ટ્રેસ કરવા માટે તેને કેટલો વધુ સમયની જરૂર છે. એટલે કે જ્યાં સુધી ED દ્વારા આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીને જેલમાં જ રહેવું પડશે અને તે પણ જ્યારે તેની સામે પૂરતા પુરાવા નથી. EDની આ વિનંતી સ્વીકારી શકાય નહીં. બિંદુએ કહ્યું કે કોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નક્કર પુરાવા જોયા નથી.
કેજરીવાલ ક્યા સુધી જેલમાં રહેશે?
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. એટલે કે અરવિંદ કેજરીવાલને 2-3 દિવસ જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટના નિર્ણય સુધી કેજરીવાલની મુક્તિના આદેશ પર બ્રેક લગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટનો આદેશ સોમવાર અથવા મંગળવાર સુધીમાં આવી જશે. હાઈકોર્ટે વકીલને સોમવાર સુધીમાં લેખિત દલીલો કરવા જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનના આદેશ પર સ્ટે આપવાના કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં EDનું પ્રતિનિધિત્વ કરી રહેલા ASG SV રાજુએ કહ્યું કે કેજરીવાલના જામીનના આદેશ પર સ્ટે મુકવામાં આવ્યો છે. આ કેસમાં અંતિમ આદેશ 2-4 દિવસમાં આવશે અને જામીન અરજી રદ કરવા અંગેની સુનાવણી પછીથી હાથ ધરવામાં આવશે. આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Delhi ના CM અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, રાઉઝ એવન્યુ કોર્ટે આપી રાહત…
આ પણ વાંચો - ‘બોલાવી લો મારા PS ને અને કરી લો પૂછપરછ’ NEET Paper Leak મામલે તેજસ્વી યાદવે કેમ આવું કહ્યું ?