Delhi liquor scam : દિલ્હી દારૂ કૌભાંડમાં વધુ એક AAP ધારાસભ્ય પર ગાળિયો કસાયો, ED એ પાઠવ્યું સમન્સ...
હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકને દિલ્હી લિકર પોલિસી (Delhi liquor scam) સાથે જોડાયેલા કૌભાંડ મામલે સમન્સ પાઠવ્યા છે. તેઓ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી હતા. તેઓ રાજીન્દર નગરના ધારાસભ્ય છે અને 2012 માં દિલ્હીના રામલીલા મેદાનમાં પાર્ટીની રચના થઈ ત્યારથી સાથે જોડાયેલા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi liquor scam)માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક (PA) બિભવ કુમારની પૂછપરછ કરી રહ્યું છે. આ પછી દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચે એજન્સી દ્વારા આ દારૂ નીતિ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમને એજન્સી કથિત કૌભાંડ કેસમાં 'કિંગપિન' તરીકે માની રહી છે.
The Enforcement Directorate is currently questioning Delhi Chief Minister Arvind Kejriwal's personal assistant Bibhav Kumar while AAP MLA Durgesh Pathak has also been summoned today in the Delhi excise policy probe: Sources
— ANI (@ANI) April 8, 2024
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ (Delhi liquor scam)માં માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ છ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે.
આતિશીએ ધરપકડનો ભય વ્યક્ત કર્યો હતો...
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ કેજરીવાલની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ED દુર્ગેશ પાઠકની પણ ધરપકડ કરી શકે છે. વાસ્તવમાં, તેમણે પાર્ટીના ચાર નેતાઓ સાથે તેમની ધરપકડનો ભય પણ વ્યક્ત કર્યો હતો, જેમાં દુર્ગેશ પાઠક ઉપરાંત સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની ધરપકડનો ભય વ્યક્ત કર્યો હતો.
દારૂ નીતિ કેસમાં AAP નેતા જેલમાં...
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ છ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે.
આ પણ વાંચો : Ayodhya : આ વખતે રામ નવમી ખાસ રહેશે, વૈજ્ઞાનિકો રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત…
આ પણ વાંચો : Delhi Airport : IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મુસાફરોની ધરપકડ…
આ પણ વાંચો : Congress ની ફરી ફજેતી!, રાહુલની રેલીમાં કોંગ્રેસના બેનરમાં BJP નેતાનો ફોટો…