Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી એજન્સીએ જપ્ત કરેલા રૂપિયાનું આખરે શું કરવામાં આવે છે? જાણો

હાલમાં જ કોલકત્તામાં EDએ મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન સંબંધિત ફ્રોડ મામલે  એક બિઝનેસ મેનના ઘરે રેઈડ કરીને તેના ઘરમાંથી રોકડા રૂ. 17 કરોડ જપ્ત કર્યાં હતા. EDના અધિકારીઓ તરફથી જપ્ત કરવામાં આવેલી રોકડને ગણવા માટે મશીનની મદદ લેવી પડી હતી અને આઠ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા આટલી બધી રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યા બાદ તેનું શું કરવામાં આવે છે તે સવાલ આપણા મનમાં ઉઠે છે. છેલ્લા ત્
સરકારી એજન્સીએ જપ્ત કરેલા રૂપિયાનું આખરે શું કરવામાં આવે છે  જાણો
હાલમાં જ કોલકત્તામાં EDએ મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન સંબંધિત ફ્રોડ મામલે  એક બિઝનેસ મેનના ઘરે રેઈડ કરીને તેના ઘરમાંથી રોકડા રૂ. 17 કરોડ જપ્ત કર્યાં હતા. EDના અધિકારીઓ તરફથી જપ્ત કરવામાં આવેલી રોકડને ગણવા માટે મશીનની મદદ લેવી પડી હતી અને આઠ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા આટલી બધી રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યા બાદ તેનું શું કરવામાં આવે છે તે સવાલ આપણા મનમાં ઉઠે છે. છેલ્લા ત્રણ મહિનામાં EDએ લગભગ 100 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પહેલા પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી ગોટાળામાં સસ્પેન્ડેડ મંત્રી પાર્થ ચેટર્જીના સહયોગી અર્પિતા મુખર્જીના એપાર્ટમેન્ટમાંથી 50 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. EDના અધિકારીઓનું માનિએ તો દેશના ઈતિહાસમાં આ સૌથી મોટી રોકડની જપ્તી હતી. પાર્થી ચેટર્જી ગૃપ ગૃપ c અને Dના કર્મચારીઓ, મદદનીશ શિક્ષક અને પ્રાથમિક શિક્ષકોના કથિત ભરતી કૌભાંડમાં સામલે છે અને અધિકારીઓને શંકા છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ ભરતી કૌભાંડ દ્વારા ભેગી કરવામાં આવી હતી.
રોકડની વ્યવસ્થિત ગણતરી
આખરે આટલા મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવેલી રોકડ રકમનું શું કરવામાં આવે છે? તેવો સવાલ ચોક્કસથી થતો હશે પણ આપને જણાવી દઈએ કે તેનો પણ એક પ્રોટોકોલ હોય છે. જ્યારે પણ ક્યાંથી રોકડ જપ્ત થાય છે તો સૌથી પહેલા તેની ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ગણતરી બેંકના કર્મચારીઓ કરે છે. ગણતરી વખતે કંઈ કંઈ નોટ તેની કેટલી સંખ્યા તે બધી જ બાબતોની નોંધ કરવામાં આવે છે. જે બાદ આ રકમને બોક્સમાં ભરી સીલ લગાવીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં જમા કરી દેવામાં આવે છે. આ પૈસાનું શું કરવામાં આવે છે તેની પણ એક અલગ પ્રક્રિયા છે.
પૈસાના સ્ત્રોત જણાવવાની તક મળે છે
રોકડ જપ્ત કર્યાં બાદ એજન્સી સંબંધિત વ્યક્તિને પૈસાના સ્ત્રોત વિશે જાણકારી આપવાનો પુરો મોકો આપે છે. જો જલ્દી રોકડને લઈને આપવામાં આવેલા જવાબથી એજન્સી સંતુષ્ટ હોય તો ઠીક છે નહીતર જપ્ત કરવામાં આવેલી રોકડને ગેરકાનુની રીતે મેળવી હોવાનું મનાશે. આ બધુ જ કોર્ટની દેખરેખ હેઠળ થાય છે. કોર્ટે પણ જવાબથી સંતુષ્ટ હોય અને રોકડ યોગ્ય હોય તો તેને પરત આપવાનો નિર્ણય કરે છે. જે બાદ જપ્ત કરાયેલી રોકડ તે વ્યક્તિને પરત આપી દેવામાં આવે છે. જો સામેનો વ્યક્તિ આવકના સ્ત્રોત વિશે જાણકારી આપી શકે નહી તો પછી આ રકમ કેન્દ્ર સરકારની તિજોરીમાં જાય છે.
Advertisement

આ પણ વાંચો - આમિરખાનના ઘેર EDના દરોડા, ઠાંસી ઠાંસીને ભરાયેલા 17 કરોડ મળ્યા

Tags :
Advertisement

.