Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલમાં આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારક સિરપનો જથ્થો જપ્ત

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલમાંથી આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારક સિરપનો જથ્થો ઝડપી લેવાયો છે.. પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. બી.સી. મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ભગિરથસિંહ જાડેજા, અરવિંદભાઈ દાફડાની બાતમીના આધારે ક્રિષ્ના...
ગોંડલમાં આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારક સિરપનો જથ્થો જપ્ત
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલમાંથી આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારક સિરપનો જથ્થો ઝડપી લેવાયો છે.. પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. બી.સી. મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ભગિરથસિંહ જાડેજા, અરવિંદભાઈ દાફડાની બાતમીના આધારે ક્રિષ્ના રોડવેઝના ગોડાઉનમાં અને સુમરા સોસાયટીમાં આવેલ તાજ એપાર્ટમેન્ટ ના ફલેટમાં દરોડો પાડી રૂ.1.44 લાખની કિંમતની આયુર્વેદીક સીરપના નામે વેચાતી શંકાસ્પદ નશાકારકની 960 બોટલો કબ્જે કરી હતી.

Advertisement

Advertisement

તપાસ દરમિયાન ગોડાઉનમાંથી કબ્જે કરેલા જથ્થા અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક રમેશભાઈએ જણાવ્યું કે, આ જથ્થો યાર્ડ પાસે પાનની દુકાન ચલાવતા હિતેન્દ્રસિંહ ચંદ્રસિંહ સરવૈયા (ઉ.વ.47) રહે. ગ્રીનપાર્ક, ગોંડલ નો છે. તેની બીલટી રજૂ કરતા હિતેન્દ્રસિંહને સ્થળ પર બોલાવી પૂછપરછ કરતા આ મુદ્દામાલ અમદાવાદ સરખેજની કોઈ ફેક્ટરીમાંથી આવ્યાનુ ખુલ્યું હતું. હિતેન્દ્રસિંહ ચારેક મહીનાથી આસપાસના પાનના ગલ્લામાં સીરપ પહોંચાડતો હતો.

બીજા દરોડામાં મઝહર હારુન પતાણીના ફ્લેટમાંથી સીરપની બોટલો મળી હતી. મઝહરનું નામ અગાઉ રાજકોટ અને જસદણના ગુનામાં પણ ખુલ્યું હતુ. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

Trending News

.

×