Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોખડા ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે સાંજે 7 થી 7.15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના CCTV ફુટેજ કબ્જે
સોખડા ગુણાતીત સ્વામીના
મૃત્યુ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો

હરિધામ
સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ અંગે મોટો ખુલાસો
થયો છે. ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થય
છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. પોલીસ
તપાસમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે સાંજે
7
થી 7.15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો
લગાવીને આપઘાત કર્યો હતો. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના
CCTV
ફુટેજ કબ્જે લીધા હતા. ગુણાતીત સ્વામી ઘણા
મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યુ છે. તેઓ અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગીને
સાંસારમાં પાછા ફરવાનું કહી ચૂક્યા હતા.
પોલીસે કોઈ ગુનાહિત
કાવતરું હતુ કે કેમ તે અંગે તપાસ આરંભી દીધી છે. પ્રભુ પ્રિય સ્વામી
,
ગુણાતીત સ્વામીના પરિજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મંદિરના
સેવકોની પણ પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે. પ્રભુ પ્રિય સ્વામીએ પોલીસ સમક્ષ લુલો
બચાવ કર્યો હતો. ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત છુપાવ્યાનો દાવો
કર્યો છે. 

Advertisement

 

સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત
સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં
આવી હતી. સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કેટલાક
હરિભક્તોએ સ્વામીના મૃત્યુને લઈને તપાસની માંગ કરી હતી.
ગુણાતીત સ્વામીના શંકાસ્દ
મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી
હતી. તેમણે અરજી કરી હતી કે
ગુણાતીત સ્વામીનું અચાનક
મૃત્યુ થયું છે. આ સંત સ્વસ્થ હતા અને અચાનક મૃત્યુ થયું છે. એટલે અમને આશંકા છે.
મૃત્યુ બાબતમાં અમારી પ્રાર્થના છે કે
, આપ પેનલ પોસ્ટમોર્ટમ કરાવો.
કારણ કે
, ત્યાં તાત્કાલિક અંતિમ
સંસ્કાર વિધી કરી રહ્યા છે
  તો આપ તપાસ કરાવો અને પેનલ
પોસ્ટમોર્ટમ કરાવો એવી વિનંતી. ત્યા
બાદ ગુણાતીત સ્વામીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ
કરવામાં આવ્યું હતું.
 

Advertisement



ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ માસથી હરિધામ સોખડા મંદિરમાં ઉત્તરાધિકારીનો વિવાદ ચગ્યો હતો અને પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને તેમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. હાઇકોર્ટના આદેશ બાદ પ્રબોધ સ્વામી સહિતનું જૂથ હરિધામ મંદિર છોડીને બાકરોલ મંદિર ખાતે પહોંચ્યું હતું. હજું આ મામલે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.