Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જન્મના ત્રણ મહિના પછી રિવિલ થયું પ્રિયંકા ચોપરાની દીકરીનું નામ

જાન્યુઆરીમાં માતા બનેલી પ્રિયંકા ચોપરા હાલમાં તેના પતિ નિક જોનાસ સાથે માતૃત્ત્વનો આનંદ માણી રહી છે. આ માહિતી પ્રિયંકાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. લગભગ 3 મહિના પછી હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. નામ બંનેની સંસ્કૃતિનું મિશ્રણપ્રિયંકા અને નિક જોનાસે 22 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બની ગયા છે. તેમની પોસà
જન્મના ત્રણ મહિના પછી રિવિલ થયું પ્રિયંકા ચોપરાની દીકરીનું નામ
જાન્યુઆરીમાં માતા બનેલી પ્રિયંકા ચોપરા હાલમાં તેના પતિ નિક જોનાસ સાથે માતૃત્ત્વનો આનંદ માણી રહી છે. આ માહિતી પ્રિયંકાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. લગભગ 3 મહિના પછી હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. 

નામ બંનેની સંસ્કૃતિનું મિશ્રણ
પ્રિયંકા અને નિક જોનાસે 22 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બની ગયા છે. તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમને શેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા દીરકીનું સ્વાગત કર્યું છે. અમે આ ખાસ સમય દરમિયાન આદરપૂર્વક ગોપનીયતા માટે ઇચ્છીએ છીએ, કારણ કે અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. તમારો ખુબ ખુબ આભાર. 'TMZના રિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિકની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ છે. TMZ એ પ્રિયંકાની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો દાવો કર્યો છે. આ સર્ટિફિકેટ મુજબ પ્રિયંકાની દીકરી માલતીનો જન્મ 15 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાત્રે 8 વાગ્યા પછી થયો હતો. આ નામ બંનેની સંસ્કૃતિનું મિશ્રણ છે. 
 
દીકરીનું નામ કંઈક અર્થપૂર્ણ અને અનોખું 
પ્રિયંકાની પુત્રીનો જન્મ 15 જાન્યુઆરીએ સરોગસી દ્વારા સાન ડિએગોની હોસ્પિટલમાં થયો હતો. પ્રિયંકાની પિતરાઈ બહેન મીરા ચોપરાએ બાળકી હોવાનું રહસ્ય ખોલ્યું હતું. પ્રિયંકા ચોપરા અને નિક પોતાના કલ્ચર સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલ છે અને પ્રિયંકા પતિ નિકની સંસ્કૃતિમાં પણ વિશ્વાસ રાખે છે. તેથી જ પ્રિયંકા તેની પુત્રીના નામમાં બંને સંસ્કૃતિ સાથે જોડવા માંગતી હતી. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો છે કે તેની પુત્રીનું નામ 'માલતી મેરી ચોપરા જોનાસ' છે. પ્રિયંકા ઘણા સમયથી દીકરીના નામને લઈને ચિંતિત હતી. તે ઈચ્છતી હતી કે તેની દીકરીનું નામ કંઈક અર્થપૂર્ણ અને અનોખું હોય. એક રિપોર્ટ અનુસાર, યુવતીનું નામ 'માલતી મેરી' છે. રિપોર્ટમાં બર્થ સર્ટિફિકેટ ટાંકવામાં આવ્યું હતું, જે મુજબ માલતીનો જન્મ રાત્રે 8 વાગ્યે થયો છે.  'માલતી' નામ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યું છે. તેનો અર્થ છે- 'નાનું સુગંધિત ફૂલ.' તે જ સમયે, મેરી લેટિન ભાષા સ્ટેલા મેરિસ પરથી ઉતરી આવી છે, જેનો અર્થ સમુદ્રનો તારો છે. તેનું બાઈબલનું નામ અને ફ્રેન્ચ સંસ્કરણ પણ છે, કારણ કે મેરી ઈસુની માતાનું નામ પણ હતું.
Advertisement
Tags :
Advertisement

.