Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી કર્મચારીમાંથી Don બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવાને જામીન

Don : સરકારી કર્મચારીમાંથી Don બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવાને અંતે રાહત મળી છે. સુરેશ શાહ હત્યા કેસમાં Don રાજુ શેખવાને જામીન મળ્યા છે. રાજુ શેખવા ડોન બનતા પહેલા મામલતદાર કચેરીમાં સરકારી કર્મચારી તરીકે પણ ફરજ બજાવતો હતો. રાજુ શેખવા...
સરકારી કર્મચારીમાંથી don બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવાને જામીન

Don : સરકારી કર્મચારીમાંથી Don બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવાને અંતે રાહત મળી છે. સુરેશ શાહ હત્યા કેસમાં Don રાજુ શેખવાને જામીન મળ્યા છે. રાજુ શેખવા ડોન બનતા પહેલા મામલતદાર કચેરીમાં સરકારી કર્મચારી તરીકે પણ ફરજ બજાવતો હતો. રાજુ શેખવા સામે હત્યા, ખંડણી, અપહરણ, હથિયાર અને મારામારીના ગંભીર ગુના નોંધાયા હતા.

Advertisement

શિવ મંદિરમાં પૂજા કરી રહેલા સુરેશ શાહની શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને હત્યા કરાવી

અમદાવાદના ચકચારી સુરેશ હત્યા કેસને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. સુરેશ હત્યા કેસના આરોપી રાજુ શેખવાને જામીન મળ્યા છે. 10 માર્ચ 2018ના રોજ કુખ્યાત રાજુ શેખવાએ અમદાવાદના વાસણા વિસ્તારમાં શિવ મંદિરમાં પૂજા કરી રહેલા સુરેશ શાહની શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને હત્યા કરાવી હતી. રાજુ શેખવાએ આ હત્યા ધંધાની અદાવતમાં કરાવી હતી. 2009ના વર્ષમાં સુરેશ શાહે રાજુ શેખવા પર ફાયરિંગ કર્યું હતું તેની અદાવત રાખી આ હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

લીલીયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો

2018થી રાજુ શેખવા જેલમાં હતો. હવે તેને જામીન મળી ગયા છે. રાજુ શેખવા અમરેલીના લીલીયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તે કુખ્યાત અપરાધી બન્યો હતો. રાજુ શેખવાએ 2001માં સાવરકુંડલામાં તલવારના ઘા ઝીંકીને જોરાવરસિંહ ચૌહાણની પહેલી હત્યા રી હતી. જોરાવરસિંહ વોટર વર્કસ કમિટીના ચેરમેન હતા અને રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં પહેલી હત્યા કરી હતી.

Advertisement

ધંધાની અદાવતમાં હત્યા

રાજુ શેખવાએ બીજી હત્યા 2013માં કરી હતી. તેણે અમરેલીમાં જાહેર સ્થળ પર ચાલુ કારમાં બાબુલાલ જાદવ પર ફાયરીંગ કરીને હત્યા કરી હતી. બાબુલાલ જાદવ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં મેનેજર હતા અન તેમની હત્યા પણ ધંધાની અદાવતમાં કરી હતી.

રાજુ શેખવા પર અપ્રમાણસર મિલ્કતનો ગુનો

રાજુ શેખવા સરકારી કર્મચારી હોવાથી 2020 માં બેનામી સંપત્તિ અંગે ACB એ પણ શેખવા વિરુદ્ધ તપાસ કરી હતી.અને રાજુ શેખવા પર અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો હતો રાજુ શેખવા મૂળ અમરેલીનો છે અને એસીબીની તપાસમાં તેની પાસેથી 93 લાખ 41 હજારથી વધુની આવક કરતા વધુ મિલકત મળી હતી.

સૌરાષ્ટ્રમાં ભારે ખૌફ

રાજુ શેખવાનો સૌરાષ્ટ્રમાં ભારે ખૌફ હોવાનું કહેવાય છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં તેની સામે ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચો----- Sabarkantha : LCB પોલીસે છેતરપીંડીના ગુન્હામાં મહિલા સહિત બે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો---- Ahmedabad : ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ, 3 રિક્ષા, 50 બાઈક બળીને ખાખ, એક વૃદ્ધ મહિલાનું મોત

Tags :
Advertisement

.