Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ATM મશીન તોડ્યા વગર જ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી, ગેંગના 5 સભ્યોની ધરપકડ

ATM મશીન તોડ્યા વગર જ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને ગેંગના 5 સાગરિતને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જો કે પોલીસ પકડમાં ન આવે તે માટે આરોપીઓ મશીનમાંથી 10 લાખ સુધીના રકમની જ  ચોરી કરતા હતા. ખાસ ડિવાઈસથી કરતા હતા ચોરીસાયબર ક્રાઇમે પકડી પાડેલા શખ્સોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. તમામ આરોપીઓ ધોરણ 12 કરતા પણ ઓછું ભણà«
atm મશીન તોડ્યા વગર જ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી  ગેંગના 5 સભ્યોની ધરપકડ
Advertisement
ATM મશીન તોડ્યા વગર જ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને ગેંગના 5 સાગરિતને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જો કે પોલીસ પકડમાં ન આવે તે માટે આરોપીઓ મશીનમાંથી 10 લાખ સુધીના રકમની જ  ચોરી કરતા હતા. 
ખાસ ડિવાઈસથી કરતા હતા ચોરી
સાયબર ક્રાઇમે પકડી પાડેલા શખ્સોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. તમામ આરોપીઓ ધોરણ 12 કરતા પણ ઓછું ભણેલા છે. પંરતુ ATM મશીન તોડ્યા વગર જ તેમાંથી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં માહેર છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ ગેંગના પાંચ આરોપી જેમાં આસામના ગુરદિપ સિંઘ, અમ્રિતપાલ રણજીત સિંઘ, અંજારના નિલદિપ સોલંકી, રવિ સોલંકી, અને પંજાબના સંદિપસિંઘ કુલદિપસિંઘની ધરપકડ કરી છે. આરોપીઓ NRC નામની કંપનીના ATMમશીનને ટાર્ગેટ કરતા હતા અને એક ચાવીથી મશીનનો એક ભાગ ખોલી દેતા. તેમાં રેસબરી પાઈ નામનું ડિવાઇસ કનેક્ટ કરતા હતાં. જેથી મશીનમાં થતી તમામ કામગીરી આ ડિવાઇસમાં ઓપરેટ કરી શકાતી હતી. બાદમાં કોઈપણ ATM કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા હતા. જો કે આ ડિવાઇસથી એવી સિસ્ટમ ઉભી કરતા જેથી એક ટ્રાન્જેક્શનમાં કોઈપણ દરની 40 નોટ મશીનમાંથી નિકળી શકે. આરોપીઓએ આ રીતે અમદાવાદમાં ATM મશીનમાંથી  8.30 લાખ, રાજકોટમાંથી 13.80 લાખ, અને બરોડામાંથી 10 લાખની ઉઠાંતરી કરી હતી.
દિલ્હીના આરોપીએ ચોરીની તરકીબ શીખવાડી

આરોપીઓ દિલ્હીના એક આરોપી સાથે સંપર્કમાં હતા. જે આરોપી અગાઉ ગુજરાત આવ્યો હતો અને આ તમામ આરોપીઓને ATM મશીનમાં આ ડિવાઇસથી કેવી રીતે રૂપિયાની ઉઠાંતરી કરવી તેની તાલીમ આપી હતી. કચ્છના અંજારના આરોપીઓ મુખ્ય આરોપીને અલગ અલગ બેન્કના ATM ના ફોટા મોકલી આપતા હતા. જેના આધારે તેઓ લોકેશન જોઈને  ATMમશીનને ટાર્ગેટ કરતા હતા. જો કે પોલીસની પકડમાં ન આવે તે માટે તેઓ CCTV  કેમેરાને ફેરવી નાખતા હતા. પકડાયેલા આરોપીમાંથી એક આરોપી અગાઉ દિલ્હી પોલીસના હાથે પકડાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ગેંગના અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને આરોપીઓએ અન્ય કઈ કઈ જગ્યાએ આ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપ્યો છે તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.


Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Ahmedabad ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પકડાયું ડ્રગ્સ, હાઈડ્રોફોનિક વીડ મામલે તપાસ શરૂ

featured-img
અમદાવાદ

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ, કોંગ્રેસનાં પ્રહાર!

featured-img
અમદાવાદ

બનાસકાંઠા જિલ્લા વિભાજનનાં વિરોધ વચ્ચે Sthanik Swaraj ચૂંટણી જાહેર, BJP-કોંગ્રેસે કર્યાં દાવા!

featured-img
અમદાવાદ

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામોની આપશે ભેટ

featured-img
અમદાવાદ

શું ગુજરાતમાં જોવા મળશે રાજકીય ઉથલપાથલ? હવામાન શાસ્ત્રી Ambalal Patel ની ચોંકાવનારી આગાહી!

featured-img
ગાંધીનગર

Mehsana : સાવચેત રહેજો! રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો

×

Live Tv

Trending News

.

×