સંભલની શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા! સર્વે રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા
- મંદિરોમાં હોય તેવા પ્રતિકો મસ્જિદમાંથી મળ્યા
- પટાંગણમાં વડનું વૃક્ષ અને કુવો પણ જોવા મળ્યા
- કુવા અને ગુંબજના ચિન્હોને ઢાંકવાનો પ્રયાસ કરાયો
નવી દિલ્હી : એડ્વોકેટ કમીશનના સર્વે રિપોર્ટમાં સંભલ જિલ્લાની જામા મસ્જિદમાં મંદિર હોવાના પ્રમાણ મળ્યા છે. મસ્જિદની અંદર બે વટવૃક્ષ છે. સામાન્ય રીતે હિંદુ ધર્મના મંદિરોમાં જ વટવૃક્ષની પુજા થાય છે. એટલું જ નહીં મસ્જિદમાં કૂવો પણ છે, જે અડધો અંદર અને અડધો બહાર છે. બહારનો હિસ્સો ઢાંકી દેવામાં આવ્યો છે
સંભલ મસ્જિદમાંથી મંદિરના પુરાવા મળ્યા
સંભલની શાહી જામા મસ્જિદની અંદર એડ્વોકેટ કમીશન રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે. આ સર્વેની ઇનસાઇડ સ્ટોરી સામે આવી રહી છે. સુત્રો અનુસાર જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. મસ્જિદની અંદર બે વટવૃક્ષ છે. સામાન્ય રીતે હિંદુ ધર્મના મંદિરોની આસપાસ જ આ વૃક્ષ હોય છે કારણ કે તેઓ તેની પુજા કરતા હોય છે. મસ્જિદમાંથી કૂવો પણ મળી આવ્યો છે. જે અડધો અંદર અને અડધો બહાર છે. જો કે તેનો તે હિસ્સો ઢાકી દેવાયો છે.
આ પણ વાંચો : ISRO અને NASA દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો વિશ્વનો સૌથી મોંઘો સેટેલાઇટ
એડ્વોકેટ કમીશનના રિપોર્ટ સોંપાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, સંભલની જામા મસ્જિદની અંદર થયેલા સર્વેની એડ્વોકેટ કમીશનના રિપોર્ટ સિવિલ જજ સીનિયર ડિવિજન આદિત્ય સિંહની કોર્ટમાં રજુ થઇ ચુક્યો છે. એડ્વકેટ કમિશનર રમેશ રાઘવે આ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો. સુત્રો અનુસાર આ સર્વેમાં શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના અનેક પુરાવા મળ્યા છે.
ડોઢ કલાક સુધી વીડિયોગ્રાફી કરવામાં આવી
જામા મસ્જિદના સર્વેના પહેલા દિવસે એટલે કે 19 નવેમ્બર 2024 આશરે ડોઢ કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી. જ્યારે બીજા દિવસે ત્રણ કલાકની વીડિયોગ્રાફી થઇ. આ દરમિયાન આશરે 1200 તસ્વીરો લેવામાં આવી. તમામ વસ્તુઓનું અવલોકન કરતા મસ્જિદની અંદરથી 50 થી વધારે ફુલ આકારની કલાકૃતિઓ મળી આવી.
આ પણ વાંચો : આવતા અઠવાડિયે જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
ગુંબજમાં પણ રહેલી આકૃતિઓને ઢાંકી દેવાઇ
બીજી તરફ ગુંબજના હિસ્સાને પ્લેન કરી દેવાયો છે. જુના ઢાંચાને બદલવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત તે સ્થળ પર નવા કન્સ્ટ્રક્શનના પુરાવા મળ્યા છે. મંદિરના શેપવાળા સ્ટ્રક્ચર પર પ્લાસ્ટર લગાવીને પેઇન્ટ કરી દેવાયો છે. મસ્જિદની અંદર જ્યાં મોટા ગુંબજ છે તેના પર ઝુમ્મરને તારથી બાંધીને એક ચેન લટકાવાઇ છે. આવી ચેન મંદિરમાં ઝાલર અને ઘંટ બાંધવા માટે ઉપયોગમાં લેવાય છે.
જે પ્રતિકો મળ્યા તે સામાન્ય રીતે મંદિરોમાં જોવા મળતા હોય છે
સુત્રો અનુસાર વિવાદિત સ્થળમાં તેવા પ્રતિક પણ મળ્યા જે તે સમયે મંદિરોમાં અને દેવાલયોમાં જોવા મળતા હતા. મંદિરના દરવાજા, ઝરુખા અને અલંકૃત દિવાલો પર પ્લાસ્ટર લગાવીને પેંટ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે જુનુ નિર્માણ ઢાંકી શકાય.
ઉલ્લેખનીય છે કે, સંભલમાં કોર્ટના આદેશ બાદ 19 નવેમ્બરે કોટ ગર્વી વિસ્તારમાં મુગલકાલીન શાહી જામામ મસ્જિદનો સર્વે કરવામાં આવ્યા બાદથી જ તણાવ છે. કોર્ટમાં દાકલ અરજીમાં દાવો કરવામાં આવ્યો કે, જે સ્થળ પર મસ્જિદ બનેલી છે, ત્યાં પહેલા હરિનાથ મંદિર હતું. 24 નવેમ્બરે મસ્જિદમાં બીજા સર્વે માટે ટીમ આવી તો હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 4 લોકોનાં મોત થઇ ગયા અને અન્ય લોકો ઘાયલ થઇ ગયા. હિંસામાં પોલીસ એક્શન પણ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Bharuch: બિસ્માર માર્ગોના પ્રશ્ને રીક્ષા એસોસિએશનના ધરણા પ્રદર્શન, કોને સમર્થન આપવું ભાડે પડ્યું?