Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Case: પ્લીઝ..મારી દિકરીના ફોટા અને નામ શેર ના કરો, પેરેન્ટ્સની...

પીડિતાના પિતાની લોકોને દર્દભરી અપીલ લોકો તેમની પુત્રીના ફોટા અને નામ શેર ના કરે લોકોએ તેમની પુત્રીના 'વિકૃત શરીર'ની તસવીરો શેર ન કરવી જોઈએ Kolkata Case : કોલકાતા (Kolkata Case) ની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ...
kolkata case  પ્લીઝ  મારી દિકરીના ફોટા અને નામ શેર ના કરો  પેરેન્ટ્સની
  • પીડિતાના પિતાની લોકોને દર્દભરી અપીલ
  • લોકો તેમની પુત્રીના ફોટા અને નામ શેર ના કરે
  • લોકોએ તેમની પુત્રીના 'વિકૃત શરીર'ની તસવીરો શેર ન કરવી જોઈએ

Kolkata Case : કોલકાતા (Kolkata Case) ની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ લાખો લોકો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જો કે લોકો એ વાત ભુલી ગયા છે કે પીડિતાની ઓળખ ના કરવી જોઇએ છતાં લોકો મોટી સંખ્યામાં પીડિતાના ફોટા અને તેનું નામ પણ શેર કરી રહ્યા છે. પીડિતાના પિતાએ લોકોને દર્દભરી અપીલ કરી છે કે લોકો તેમની પુત્રીના ફોટા અને નામ શેર ના કરે.

Advertisement

લોકોએ તેમની પુત્રીના 'વિકૃત શરીર'ની તસવીરો શેર ન કરવી જોઈએ

કોલકાતાના 31 વર્ષીય ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં પીડિતાના માતા-પિતાનું દર્દ ફરી એકવાર વધી ગયું છે. લેડી ડોક્ટરના પિતાએ લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની 'દીકરીનું નામ' લેવાનું ટાળે. તેમણે કહ્યું કે લોકોએ તેમની પુત્રીના 'વિકૃત શરીર'ની તસવીરો શેર ન કરવી જોઈએ. તેમણે લોકોને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા પણ કહ્યું.

આ પણ વાંચો----Kolkata Rape જેવો બંગાળમાં ફરી બન્યો કિસ્સો, યુવતીનું માથુ ધડથી.....

Advertisement

સોશિયલ મીડિયા પર લોકો તાલીમાર્થી ડૉક્ટરની કથિત તસવીરો અને નામ ઝડપથી ફેલાવી રહ્યા છે

સોશિયલ મીડિયા પર, લોકો 8 અને 9 ઓગસ્ટની તે રાત્રે જીવ ગુમાવનાર તાલીમાર્થી ડૉક્ટરની કથિત તસવીરો અને નામ ઝડપથી ફેલાવી રહ્યા છે. નિયમો અનુસાર પીડિતાની તસવીર અને નામ ગુપ્ત રાખવું જોઈએ પરંતુ લોકો પીડિતાની તસવીરો સાથે જ દોષિતોને વહેલી તકે સજા મળે તેવા મેસેજ પણ શેર કરી રહ્યાં છે. સ્વાભાવિક છે કે આ તસવીરો જોઈને માતા-પિતાનું દર્દ વધુ વધી જાય. લેડી ડોક્ટરના માતા-પિતાએ તેમની પુત્રીને ન્યાય મેળવવા માટે વિશ્વભરમાં થયેલા વિરોધ અને રિક્લેમ ધ નાઈટ ઈવેન્ટના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમે એક દીકરી ગુમાવી છે પરંતુ અમે લાખો દીકરીઓ મેળવી છે.

સીબીઆઈની તપાસની પદ્ધતિ પર પોતાનો વાંધો નોંધાવ્યો

આ સાથે માતા-પિતાએ પણ સીબીઆઈની તપાસની પદ્ધતિ પર પોતાનો વાંધો નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે અમારી પાસેથી તમામ પુરાવા અને દસ્તાવેજો લેવામાં આવ્યા છે પરંતુ અમે એમ પણ કહ્યું છે કે આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય આમાં સામેલ ન હોઈ શકે.

Advertisement

સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ તેજ કરી

સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. તે આરજી કાર મેડિકલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે રેપ અને હત્યાનો મુખ્ય આરોપી સંજય રોય 35 મિનિટ પછી સેમિનાર હોલમાંથી બહાર આવ્યો હતો.

આ પણ વાંચો---- વર્ષ 2022 માં દરરોજ સરેરાશ આશરે 86 Rape Case નોંધાયા: NCRB

Tags :
Advertisement

.