સોશિયલ મીડિયા ભારતના લોકતંત્ર માટે ખતરો, સોનિયા ગાંધીએ સંસદમાં સરકાર પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર લોકસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા. આ સાથે સોનિયાએ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપો લગાવ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઝડપથી થવા લાગ્યો છે. તે આપણી લોકશાહીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ફેસબુક, ટ્વીટર જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીનો ઉપયોગ પાર્ટીઓ, નેતાàª
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર લોકસભામાં સરકાર પર આકરા
પ્રહારો કર્યા. આ સાથે સોનિયાએ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
પર આરોપો લગાવ્યા છે. સોનિયા ગાંધીએ
કહ્યું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઝડપથી થવા લાગ્યો છે. તે આપણી લોકશાહીને
હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ફેસબુક, ટ્વીટર જેવી
મોટી સોશિયલ મીડિયા કંપનીનો ઉપયોગ પાર્ટીઓ, નેતાઓ અને તેમના સમર્થકો રાજકીય નિવેદનો સેટ કરવા માટે કરી રહ્યા છે.
ANIના સમાચાર અનુસાર સોનિયા ગાંધીએ કહ્યું કે ઘણી વખત એવું સામે આવ્યું છે કે સોશિયલ
મીડિયા તમામ પક્ષોને એક જ રીતે જગ્યા નથી આપતું. સત્તા સંસ્થાઓ અને ફેસબુકની
મિલીભગતથી સામાજિક સમરસતા ખોરવાઈ રહી છે. આ આપણા લોકતંત્ર માટે ખતરો છે.
Advertisement