Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 World Cup 2024 : એક દાયકા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, શનિવારે થશે ખરાખરીનો ખેલ

IND vs ENG Semi Final : સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઈંગ્લેન્ડ (England) ને હરાવી ફાઈનલ (Final) માં પ્રવેશ કરી લીધો છે. આ સાથે રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ T20 World Cup 2022 માં ઈંગ્લેન્ડ...
08:02 AM Jun 28, 2024 IST | Hardik Shah
IND vs ENG SemiFinal

IND vs ENG Semi Final : સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઈંગ્લેન્ડ (England) ને હરાવી ફાઈનલ (Final) માં પ્રવેશ કરી લીધો છે. આ સાથે રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ T20 World Cup 2022 માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલ (Semifinal) માં મળેલી હારનો બદલો પણ લઇ લીધો છે. હવે ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) આમને સામને જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે ટીમ ઈન્ડિયા જેને T20 ની સૌથી મજબૂત ટીમમાં ગણવામાં આવે છે તે એક દાયકા બાદ ફાઈનલમાં પ્રવેશ કરી શકી છે. આ પહેલા 2014 ના T20 World Cup ફાઈનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી હતી જ્યા તેને શ્રીલંકા (Sri Lanka) સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત

સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શરૂઆતથી જ શાનદાર જોવા મળ્યું હતું. ટીમના ખેલાડીઓ શરૂથી જ પોઝિટિવ માઇન્ડસેટ સાથે રમતા જોવા મળી રહ્યા હતા. મેચની શરૂઆત ટોસ સાથે થઇ જે ઈંગ્લેન્ડના ફેવરમાં ગયો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિચ શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રોહિતે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ પણ 13 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. અક્ષર પટેલ પણ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં એકવાર ફરી વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. તે માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બેટિંગ બાદ બોલિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન

પહેલા બેટિંગ કરતા ભારતે ઈંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 103 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચમાં ભારતીય બેટ્સમેન અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ પોતાના નામે કરી લીધી. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ મેચમાં ભારતના સૌથી સફળ બોલર રહ્યા હતા. આ બંને બોલરોને 3-3 સફળતા મળી હતી. આ સાથે જ જસપ્રીત બુમરાહે પણ 1 વિકેટ પોતાના નામે કરી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જોસ બટલરે પણ 23 રન બનાવ્યા હતા. આ પહેલા પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આમને-સામને હતી. ત્યારે ઈંગ્લેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. તે મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 169 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પરંતુ આ વખતે ભારતીય ટીમે એકતરફી રીતે જીત મેળવીને તેનો બદલો પૂર્ણ કર્યો.

17 વર્ષમાં પહેલીવાર થશે કઇંક આવું

જે સમયની ક્રિકેટ ચાહકો છેલ્લા 10 વર્ષથી રાહ જોઇને બેઠા હતા તે ક્ષણ હવે આવી ગયો છે. T20 World Cup 2024 ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પ્રવેશ કરી લીધો છે. જ્યા તેની ટક્કર આ ટૂર્નામેન્ટમાં અજય રહેલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થશે. T20 વર્લ્ડ કપના 17 વર્ષના ઈતિહાસમાં આ વર્ષે કઇંક એવું થશે જે આ પહેલા ક્યારે પણ બન્યું નથી. ચાલુ ટૂર્નામેન્ટ સહિત અત્યાર સુધી T20 World Cup ની 9 આવૃત્તિ થઇ ચુકી છે. આ પહેલાની 8 આવૃત્તિઓ રમાઈ હતી જેમા એક પણ ટીમ એવી રહી નથી કે જે અજેય રહીને ટાઈટલ જીતી શકી હોય. પરંતુ આ વર્ષે આ રેકોર્ડ તૂટશે તે નક્કી છે. વાસ્તવમાં આ વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમ શાનદાર ફોર્મમાં છે. પોતાની જીતનો સિલસિલો અકબંધ રાખીને આ બંને ટીમો ખિતાબી મુકાબલામાં પહોંચી ગઈ છે, પરંતુ ફાઇનલમાં એક અથવા બીજી ટીમને હારનો સામનો કરવો પડશે અને એક ટીમ અપરાજિત રહીને ટાઈટલ પર કબજો કરશે.

જીત બાદ ભાવુક થયા કેપ્ટન રોહિત શર્મા

ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર જીત બાદ ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. ઈંગ્લેન્ડ સામેની આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક જોવા મળ્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાં રડવા લાગ્યો હતો. રોહિતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગરદન નીચી કરીને અને હાથ વડે આંખોને સાફ કરતો જોવા મળે છે. તેની બાજુમાં વિરાટ કોહલી ઉભો છે. જેઓ તેમને સંભાળતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર 2 મહાન ખેલાડીઓના આ ફોટોને કરોડો ચાહકો લાઈક કરી રહ્યા છે. મેદાન પર અને મેદાનની બહાર બંને વચ્ચે ઘણી વખત સારો બોન્ડ જોવા મળ્યો છે. રોહિતના આ ફોટાએ ODI વર્લ્ડ કપ 2023ની પણ યાદ અપાવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ હાર બાદ તે રડતો જોવા મળ્યો હતો. જો કે ત્યારે દુ:ખના આંસુ હતા અને આ વખતે વિજયની ખુશીના આંસુ હતા. કેપ્ટનના આ એક ફોટોએ લાખો દિલો પર રાજ કર્યું છે.

આ પણ વાંચો - IND vs ENG: રોહિતે રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન

આ પણ વાંચો - Virat Kohli: સસ્તામાં આઉટ થયો કોહલી, સેમિફાઇનલમાં પહેલીવાર થયું આવું!

Tags :
Axar PatelBowling performanceCricket fansCricket FinalEnglandGujarat Firstguyana pitchHardik Shahharry brookHistoric winIND vs ENGIND vs ENG matchind vs eng semi finalIND vs ENG udpateIND vs SAIND vs SA FinalIND vs SA Final MatchIndia Vs EnglandIndia vs England matchIndia vs England rain forecastIndia vs England Semi-FinalIndia vs England udpateIndian batsmenIndian Cricket TeamJasprit BumrahJos ButtlerKuldeep YadavNo Reserve day in Semi Finalrohit sharmaRohit Sharma vs Jos ButtlerSemifinal victorySouth AfricaT20 World Cupt20 world cup 2022T20 World Cup 2024 Semi FinalT20 World Cup FinalT20 World Cup SemifinalT20-World-Cup-2024Team IndiaVirat Kohliweather forecast
Next Article