Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે મેદાનમાં ઘૂસી આવ્યો ક્રિકેટ ફેન, જારવોની અપાવી યાદ

ક્રિકેટર્સ ફેન્સ વિના કઇ જ નથી. ફેન્સના કારણે જ ક્રિકેટર્સ આજે આટલા ધનિક છે. પરંતુ ઘણીવાર એવા ફેન્સ પણ જોવા મળ્યા છે કે, જે તેના ફેવરિટ ક્રિકેટર્સને મળવા ક્રિકેટ મેદાનમાં ઘૂસી જતા હોય છે. આવું આપણે ગત વર્ષે ઈંગ્લેન્ડમાં જ જોયું હતું જ્યા એક જારવો નામનો એક શખ્સ એક-બે નહીં પણ ઘણીવાર મેદાનમાં ઘૂસી આવ્યો હતો અને મેચને તેના કારણે રોકવી પડી હતી, આવું જ કઇંક શુક્રવારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચà
પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે મેદાનમાં ઘૂસી આવ્યો ક્રિકેટ ફેન  જારવોની અપાવી યાદ
ક્રિકેટર્સ ફેન્સ વિના કઇ જ નથી. ફેન્સના કારણે જ ક્રિકેટર્સ આજે આટલા ધનિક છે. પરંતુ ઘણીવાર એવા ફેન્સ પણ જોવા મળ્યા છે કે, જે તેના ફેવરિટ ક્રિકેટર્સને મળવા ક્રિકેટ મેદાનમાં ઘૂસી જતા હોય છે. આવું આપણે ગત વર્ષે ઈંગ્લેન્ડમાં જ જોયું હતું જ્યા એક જારવો નામનો એક શખ્સ એક-બે નહીં પણ ઘણીવાર મેદાનમાં ઘૂસી આવ્યો હતો અને મેચને તેના કારણે રોકવી પડી હતી, આવું જ કઇંક શુક્રવારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે બન્યું હતું.
એજબેસ્ટન ટેસ્ટ મેચના પહેલા દિવસે જ્યારે શ્રેયસ અય્યરની વિકેટ પડી, તે દરમિયાન એક વ્યક્તિ મેદાનમાં ઘૂસી ગયો. જેને બાદમાં સિક્યુરિટી ગાર્ડે પકડીને મેદાનની બહાર કાઢ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, જ્યારે અજાણ્યો વ્યક્તિ મેદાનમાં ઘૂસ્યો ત્યારે લોકો તે વ્યક્તિને 'જારવો-જારવો' કહીને બોલાવતા જોવા મળ્યા હતા. અહીં તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે, જ્યારે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ હતી, ત્યારે જારવો (69) નામના વ્યક્તિએ લાઇવ મેચ દરમિયાન મેદાનમાં પ્રવેશ કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આવી સ્થિતિમાં, એકવાર ટેસ્ટ શ્રેણી શરૂ થઈ, ત્યારે ચાહકો જારવોના મેદાનમાં પ્રવેશ વિશે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ આ વખતે જારવોએ મેદાનમાં પ્રવેશ કર્યો ન હતો પરંતુ લાઈવ મેચ દરમિયાન અન્ય એક વ્યક્તિ મેદાનમાં ઘૂસી ગયો હતો.
Advertisement

ગત વર્ષે જારવોએ મેદાનમાં આવી રીતે ઘૂસીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ત્યારે આ હવે મેદાન પર નવા માણસને જોઈને ચાહકોને જારવોની યાદ આવી ગઈ, જે ગયા વર્ષે ભારતીય ક્રિકેટર તરીકે અને ક્યારેક લાઈવ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન તરીકે મેદાન પર આવ્યો હતો. હવે આ નવા વ્યક્તિએ પોતાના એક્શનથી મેચનો રોમાંચ બમણો કરી દીધો છે. 
મહત્વનું છે કે, ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ દરમિયાન પણ આવી જ એક ઘટના બની હતી જેણે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ઈંગ્લેન્ડની ક્લબ ક્રિકેટ દરમિયાન એક એવી ઘટના બની, જેને જોઈને બધા ચોંકી ગયા હતા. જ્યા લાઈવ મેચમાં જ એક બાળક પોતાનું સ્કૂટર લઈને મેદાન પર પહોંચ્યું હતું. એટલું જ નહીં, તેણે પીચ પર પણ સ્કૂટર ખૂબ ચલાવ્યું હતું. આ દરમિયાન રમત રોકી દેવામાં આવી હતી. આ ક્ષણનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ક્રિકેટ દરમિયાન એક બાળક તેના સ્કૂટર પર બેસીને મેદાનમાં પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન સ્ટોક્સનો નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ભારતની 5 વિકેટ 98 રનમાં પડી ગઈ હતી પરંતુ આ પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ જોરદાર બેટિંગ કરી અને છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરીને ભારત માટે શાનદાર રન બોર્ડ પર બનાવી દીધા. પંતે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી, જ્યારે જાડેજા પ્રથમ દિવસની રમતના અંત સુધી 83 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે અત્યાર સુધી 7 વિકેટે 338 રન બનાવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.