Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવામાં કાગળની જેમ ઉડી રહી છે Solar Panel, નુકસાનથી બચવા શું કરશો ?

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનું અંતર લગભગ 100 કિમીની આસપાસ રહી ગયું છે ત્યારે સંભવિત અસર પહોંચે તેવા વિસ્તારોમાં તંત્રએ આ સંકટને પહોંચી વળવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પવનની ગતિ વધી રહી...
04:53 PM Jun 15, 2023 IST | Hardik Shah

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનું અંતર લગભગ 100 કિમીની આસપાસ રહી ગયું છે ત્યારે સંભવિત અસર પહોંચે તેવા વિસ્તારોમાં તંત્રએ આ સંકટને પહોંચી વળવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પવનની ગતિ વધી રહી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના દ્રશ્યો સર્જાયા છે. આ પરિસ્થિતિમાં એક વીડિયો સામે આવ્યો જેમા સોલાર પેનલ હવામાં કાગળની જેમ ઉડતી જોવા મળી રહી છે.

ભારે પવનના કારણે હવામાં ઉડતી જોવા મળી સોલાર પેનલ

ચક્રવાત બિપરજોયની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠે અથડાતા પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. માંડવીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જે આણંદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે મુજબ એક મકાનની છત પરથી ભારે પવનના કારણે સોલાર પેનલ હવામાં ઉડી ગઇ હતી. આ સિવાય જામનગરમાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરમાં 40 કિમી પવન સાથે ભર તડકે ગાજવીજ સાથે તોફાની વરસાદનું ઝાપટું પડ્યું હતું. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તો સોલાર પેનલ અને હોર્ડિંગ્સ ઉડી ગયા હતા. શહેરમાં ફ્લાય ઓવરબ્રીજમાં લગાડેલા પતરા પણ ધરાશાયી થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારે પવનના કારણે લોકોમાં ભય સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

દેવભૂમિ દ્વારકામાં સોલાર પેનલ ઉડી જવાની શક્યતાઓ વચ્ચે સ્થાનિકોએ શોધી લીધો આ રસ્તો

બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકામાં થાય તેવી પૂરી સંભાવના છે. દ્વારકા જિલ્લો હાલ રેડ ઝોનમાં છે. ત્યારે આ વાવાઝોડાથી શહેરના જુદા-જુદા વિસ્તારોના મકાનોની છત પર ગોઠવવામાં આવેલી સોલાર પેનલે અનેક આસમીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મોટી રકમના ખર્ચે લોકો દ્વારા વીજ પાવરની બચત કરવા માટે અગાસી પર ગોઠવવામાં આવેલી સોલાર પેનલ વાવાઝોડાના ભારે પવનના કારણે ઉડી જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે લોકો દ્વારા પોતાની સોલાર પેનલને બચાવવા માટે અગાસી પરથી પેનલ ઉતારી લેવા અથવા મજબૂત દોરડા વડે બાંધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સોલાર પેનલ ઉડી જશે તો શું કરવું?

સોલાર પેનલ જ્યારે પણ લગાડવામાં આવે છે ત્યારે તેની સાથે સોલાર રૂફટોપ પોલિસી અંતર્ગત જે કંપનીઓને એમ્પેનલ્ડ કરાઈ છે તેઓને 25 વર્ષના મેઈન્ટેનન્સની જવાબદારી પણ સોંપવામાં આવી છે. એ શરતે ઘરે-ઘરે સોલાર પેનલો લગાવાઈ છે. હવે આ પેનલો પણ ભારે હવા ફૂંકાય તો ઉડવાની, તૂટવાની કે અન્ય નુકસાન પહોંચવાની ભીતિ પેદા થઈ છે. હાલ તો આ બન્ને ઉર્જાના સ્ત્રોત પેદા કરનારા સાધનોમાં લાખોઅને કરોડોની નુકસાની થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

ખતરાને પગલે તંત્રએ તમામ તૈયારીઓ કરી 

ગુજરાત પર તોળાઈ રહેલા બિપોરજોય વાવાઝોડાના ખતરાને પગલે સરકારી તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. જરૂર પડ્યે સ્થળાંતરથી લઇને ફૂડ પેકેટની તૈયારીઓ થઈ ચૂકી છે. તો ખાસ લોકોને વાવાઝોડા દરમિયાન, વાવાઝોડા પછી શું કરવું તેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/06/hardik-bhai-video.mp4

આ પણ વાંચો - BIPARJOY CYCLONE : અમદાવાદીઓના હિતમાં ટ્રાફિક પોલીસે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BiparjoyBiparjoy CycloneBiporjoyCycloneDwarkagujarat weatherheavy rainSolar Panelswind
Next Article