ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain in Gujarat : સુરત, અમરેલી, જુનાગઢ સહિત આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ, પાકને નુકસાનની ભીતિ (Rain in Gujarat) અમરેલી, સુરત, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ કપાસ, મગફળી, સોયબીન પાકને નુકસાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં અનેક વિસ્તારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા (Rain in Gujarat) છે. અમરેલીનાં (Amreli)...
06:03 PM Oct 16, 2024 IST | Vipul Sen
heavy rain In Gujarat
  1. રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ, પાકને નુકસાનની ભીતિ (Rain in Gujarat)
  2. અમરેલી, સુરત, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
  3. કપાસ, મગફળી, સોયબીન પાકને નુકસાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાં અનેક વિસ્તારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા (Rain in Gujarat) છે. અમરેલીનાં (Amreli) સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત, ભાવનગર જિલ્લામાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે, બીજી તરફ ઊભા પાકને ભારે નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

અમરેલી, સુરત અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ

રાજ્યમાં આજે અમરેલી, સુરત (Surat) અને ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં વીજળીનાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા (Savarkundla) ગ્રામ્ય પંથક આંબરડી, ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, છાપરી, લીખાળા, વીજપડી, ડેડકડી અને ભોંકરવા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદ થતાં ખેતીપાકોને વ્યાપક નુકસાનની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઉપરાંત, ખાંભા ગીર પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો છે. ઉમરિયા, તાતણિયા, નાનુંડી સહિતનાં ગામોમાં ગાજવીજ અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ થયો છે.

આ પણ વાંચો - Banaskantha : લો બોલો! સાઇબર પોલીસે દરોડો પાડીને દારૂ પકડ્યો, ડીસા પોલીસ ઊંઘતી ઝડપાઈ

અડાજણ વિસ્તારમાં વીજળી ખાબકી!

સુરતની વાત કરીએ તો જિલ્લામાં પલસાણાનાં ચલથાણ , કડોદરા, તાતીથૈયા સહિતનાં ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ ખેડૂતોમાં ચિંતાનું મોજૂં પણ ફરી વળ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજે સુરત શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અડાજણ (Adajan) વિસ્તારમાં વીજળી પડ્યાની ઘટના બની છે. વીજળી પડતાનાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભારે વરસાદને પગલે વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

આ પણ વાંચો - Surat માં કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મ...

કપાસ, મગફળી, સોયબીન પાકને નુકસાનની ભીતિ

ભાવનગરનાં (Bhavnagar) મહુવા તાલુકામાં બગદાણા, મોણપર સહિતના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી હતી. જો કે, વરસાદનાં કારણે કપાસ તેમ જ મગફળીનાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. આથી, ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જુનાગઢની (Junagadh) વાત કરીએ તો કાળવા ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, ધરાનગર, કોલેજ રોડ, દાતાર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. બપોર બાદ જિલ્લામાં મેંદરડા, સાસણ અને માળીયા હાટીનામાં પણ વરસાદ પડ્યો છે. વરસાદનાં (Rain in Gujarat) કારણે કપાસ, સોયાબીન જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

આ પણ વાંચો - સરકારી કર્મચારીઓમાં આનંદો! Diwali ના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે લીધો આ મોટો નિર્ણય...

Tags :
ADAJANAmreliBhavnagarBreaking News In GujaratiGir PanthakGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newsheavy rainJunagadhLatest News In GujaratiMahuwaMeteorological DepartmentNews In GujaratiPalsanarain in gujaratSavarkundlaSuratweather forecastweather report
Next Article