સાવરકુંડલા : 8 વર્ષની બાળકીને ફાડી ખાતો આદમખોર સિંહ વનવિભાગે બે કલાકની જહેમત બાદ પકડી પાડ્યો
અહેવાલ - ફારુક કાદરી
દેશની આન બાન અને શાન ગણાતા જંગલના રાજા સિંહે એક નિર્દોષ બાળકીને પીંખી નાખી હોવાની ઘટના સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં ઘટી હતી. 8 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતા બાળકીનું પ્રાણ ખંખેરી ઉડી જવા પામ્યું હતું. બે કલાકની જહેમત બાદ વનવિભાગ દ્વારા આદમખોર બનેલા સિંહને ટ્રાંગ્યુંલાઈજ કરીને પાંજરે પૂરવામાં વણવજિયાગ સફળ થયેલ હતું.
જાણવા મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલાના આદસંગ ગામે સાવજભાઈ રામની વાડીમાં ખેતીકામ કરતા શ્રમિક પરિવારની દીકરી કુંજલબેન વિપુલભાઈ ગુજરિયા ઉ.વ. 8 પોતાની વાડીમાં હતી. ત્યારે અચાનક એક ડાલામથ્થો સિંહ આવીને કુંજલને પકડીને ઢસડીને લઈ જતા હો હા દેકારો કરવા છતાં સિંહ ટસનો મસ થયો ના હતો અને બાળકીને પીંખી નાખી હતી. બાદ આ સિંહ હુમલાની ઘટના અંગે ધારાસભ્ય મહેશ કસવાળાને જાણ કરતા સંબધિત તંત્રના અધિકારીઓ અને વનમંત્રી સુધી જાણ કરીને તાકીદે માનવ ભક્ષિ સિંહને પકડવા વનવિભાગ દોડતું થયું હતું.
બે કલાકની જહેમત બાદ વનવિભાગ દ્વારા સિંહને ટ્રાંગ્યુંલાઈજ બેભાન કરીને સિંહને પાંજરે પુરવામાં વનવિભાગ સફળ થયેલા હતું. ત્યારે સિંહોના માનવ પરના હુમલાઓને લઈને આદસંગ વાસીઓમાં ભયનું લખલખું પ્રસરી ગયેલ હતું. એક તરફ ખેતીની સિજન ઉપરથી વન્યપ્રાણીઓનો ડર વચ્ચે સિંહ માનવભક્ષી બનતા આદસંગ આજુબાજુના ખેડૂતો અને ખેત મજુરો થર થર કંપી ઊઠયા હતા. વનવિભાગ દ્વારા બે કલાકનું દિલધડક ઓપરેશન કરીને સિંહને પાંજરે પુરવામાં સફળ સાબિત થયેલ હતું.
આ પણ વાંચો - રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ બન્યું રાજયનું પ્રથમ “દીકરી ગામ”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે