Parshottam Rupala : પુરુષોત્તમ રૂપાલાને લોકસભા બેઠક પરથી હટાવવા મુદ્દે ચર્ચાઓ તેજ
લોકસભા 2024 ની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત ભાજપમાં વિવાદોનું વંટોળ શરૂ થવા પામ્યું છે. ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ( Parshottam Rupala ) એક નિવેદનને કારણે સામાજિક ક્ષેત્રે સમાજ અને રાજકારણ સામસામે આવી ગયું છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે આ વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી, પુરુષોત્તમ રૂપાલાના માફી માગ્યા બાદ પણ જનતામાં રોષ યથાવત છે.
પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ આ બાબત અંગે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની વાડી ખાતે સંમેલન યોજાવવામાં આવશે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કાર્યક્રમો અંગે રણનીતિ નક્કી કરશે.
વધુમાં, આ સંમેલનમાં આ મુદ્દા ઉપર થશે ચર્ચા
- પુરુષોત્તમ રૂપાલાને લોકસભા બેઠક પરથી હટાવવા મુદ્દે ચર્ચા
- ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત મુદ્દે ચર્ચા કરાશે
- સુરેન્દ્રનગર ખાતે પુતળા દહન મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના ૧૦ વ્યક્તિ સામે કરેલ ફરિયાદ અંગે
હવે પરસોતમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું
લોકસભાની ચૂંટણીના ટાણે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતમાં રાજનીતિ ગરમાવી છે. જોકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તેમના નિવેદન માટે વીડિયો મારફતે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની સભામાં પરશોત્તમ રુપાલાએ ( Parshottam Rupala ) સમાજની બે હાથ જોડી માફી માગી હતી. અહીં હાજર ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પરશોત્તમ રુપાલાને માફ કર્યા હતા.
પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા હજી પણ વિરોધ યથાવત છે. એટલે હવે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોતમ રૂપાલા બોલવાનું ટાળ્યું છે. અહી સમગ્ર બાબત એમ છે કે, પરસોત્તમ રૂપાલા એક વકીલને ઓફિસના ઓપનિંગમાં ગયા હતા. ત્યાં તેઓ તેમના થઈ રહેલા વિરોધ અંગે કઈ પણ બોલવા માટે તૈયાર હતા નહીં એટલે હવે કહી શકાય કે વધુ વિવાદને અટકાવવા હવે પરસોતમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો -- DWARKA : શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી આગ, હ્રદય કંપાવતી ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો ભડથું