Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ જિલ્લાઓમાં ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર, Ambalal Patel એ કરી ભયંકર વાવાઝોડાની આગાહી!

હવામાન વિભાગની આજે ભારે વરસાદની આગાહી ગીરસોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, ભાવનગર, અમરેલીમાં યલો એલર્ટ 100 કિમીથી વધુ ગતિથી વાવાઝોડું ફુંકાવવાની શક્યતા: અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદને (Rain in Gujarat) લઈ હવામાન વિભાગ અને હવામાન...
આ જિલ્લાઓમાં ઓરેન્જ યેલો એલર્ટ જાહેર  ambalal patel એ કરી ભયંકર વાવાઝોડાની આગાહી
  1. હવામાન વિભાગની આજે ભારે વરસાદની આગાહી
  2. ગીરસોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ
  3. સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, ભાવનગર, અમરેલીમાં યલો એલર્ટ
  4. 100 કિમીથી વધુ ગતિથી વાવાઝોડું ફુંકાવવાની શક્યતા: અંબાલાલ પટેલ

ગુજરાતમાં વરસાદને (Rain in Gujarat) લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાક 10 જિલ્લામાં એલર્ટની સ્થિતિ છે. સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતના વિવિધ જિલ્લામાં એલર્ટ અપાયું છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) 14 થી 22 ઓક્ટોબર સુઘી રાજ્યનાં અલગ-અલગ ભાગોમાં વરસાદ પડશે એવી આગાહી કરી છે. સાથે જ ભારે પવનનાં પગલે માછીમારોને સાવચેત રહેવા સૂચના પણ આપી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર ? જાહેરમાં લપસી જીભ, Video થયો વાઇરલ

Advertisement

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં વરસાદની આગાહી કરતા કહ્યું કે, રાજ્યમાં આગામી 3 કલાક માટે 10 જિલ્લામાં એલર્ટની સ્થિતિ છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં વિવિધ જિલ્લામાં એલર્ટ અપાયું છે. ગીરસોમનાથ (Girsomanath), મહીસાગર, પંચમહાલ (Panchmahal) અને દાહોદમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરાયું છે. જ્યારે સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ (Junagadh), ભાવનગર અને અમરેલીમાં માટે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરાયું છે.

આ પણ વાંચો - Rajkot : વધુ એક Hit and Run, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોપેડસવાર યુવકનું મોત

Advertisement

100 કિમીથી વધારે ગતિથી વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા : અંબાલાલ પટેલ

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા કહ્યું કે, 14 થી 22 ઓક્ટોબર સુઘી રાજ્યનાં અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે. શરદ પૂનમનાં દિવસે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આથી, 100 કિમીથી વધારે ગતિથી વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ત્યારબાદ અન્ય એક વાવાઝોડું બનવાની પણ શક્યતા જોવાઈ રહી છે. ભારે પવનનાં પગલે માછીમારોને સાવચેત રહેવા સૂચના છે. દેવદિવાળી (Diwali 2024) સુધી વરસાદી માહોલ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, ઉકાઇ ડેમનાં 10 જ્યારે ભાદર ડેમનાં 7 દરવાજા ખોલાયા

Tags :
Advertisement

.