Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2024 : અક્ષરધામ મંદિરે 10 હજાર દીવડા સાથે 8 નવે. સુધી દીપોત્સવ, રાચરડા હનુમાનજી મંદિરે યજ્ઞ, મહાઆરતી

પાટનગરમાં અક્ષરધામ મંદિરે દિવાળીની ઉજવણી (Diwali 2024) 10 હજાર દીવડા સાથે 8 નવેમ્બર સુધી દીપોત્સવ ઊજવાશે રાચરડા હનુમાન મંદિરે યજ્ઞ અને મહાઆરતીનું આયોજન દેશમાં માત્ર 4 મંદિરો પૈકી આ મંદિરમાં દાદાની વિશ્રામ કરતી મૂર્તિનાં દર્શન રાજ્યભરમાં દિવાળી પર્વની (Diwali...
diwali 2024   અક્ષરધામ મંદિરે 10 હજાર દીવડા સાથે 8 નવે  સુધી દીપોત્સવ  રાચરડા હનુમાનજી મંદિરે યજ્ઞ  મહાઆરતી
Advertisement
  1. પાટનગરમાં અક્ષરધામ મંદિરે દિવાળીની ઉજવણી (Diwali 2024)
  2. 10 હજાર દીવડા સાથે 8 નવેમ્બર સુધી દીપોત્સવ ઊજવાશે
  3. રાચરડા હનુમાન મંદિરે યજ્ઞ અને મહાઆરતીનું આયોજન
  4. દેશમાં માત્ર 4 મંદિરો પૈકી આ મંદિરમાં દાદાની વિશ્રામ કરતી મૂર્તિનાં દર્શન

રાજ્યભરમાં દિવાળી પર્વની (Diwali 2024) ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે. વિવિધ જિલ્લાઓમાં આવેલા મંદિરોમાં વિશેષ પૂજા અને યજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) અક્ષરધામ મંદિર ખાતે પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે 10 હજાર દીવડા સાથે દીપોત્સવ ઊજવાઈ રહ્યો છે. જ્યારે અમદાવાદનાં (Ahmedabad) રાચરડામાં આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે કાળી ચૌદશ નિમિત્તે (Kali Chaudash) યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Kali Chaudas : નરક ચતુર્દશિ-તંત્ર સાધનાનું પર્વ

Advertisement

Advertisement

અક્ષરધામ મંદિરમાં 10 હજાર દીવડા સાથે દીપોત્સવ

દિવાળી પર્વ નિમિત્તે (Diwali 2024) ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર ખાતે 10 હજાર દીવડા સાથે દીપોત્સવ ઊજવાઈ રહ્યો છે. મંદિરનાં પ્રાંગણમાં વિવિધ દીવડાઓ સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આવતીકાલથી 8 નવેમ્બર સુધી અક્ષરધામ મંદિરે (Akshardham Temple) દીપોત્સવ ઊજવાશે. જણાવી દઈએ કે, છેલ્લા 32 વર્ષથી અક્ષરધામ મંદિરે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીને ધ્યાને રાખીને સોમવારે પણ મંદિરમાં દર્શન ચાલુ રહેશે.

આ પણ વાંચો - Gandhinagar : દેશનું એક માત્ર હનુમાન મંદિર, જ્યાં રાત્રે થાય છે આરતી

દેશમાં માત્ર 4 મંદિર પૈકી આ મંદિરમાં દાદાની વિશ્રામ કરતી મૂર્તિ

બીજી તરફ, અમદાવાદનાં રાચરડા (Racharda) ખાતે આવેલા સંકટ મોચન હનુમાન મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાચરડાનાં આ મંદિરમાં દાદાની વિશ્રામ કરતી મૂર્તિ છે, જે સમગ્ર દેશમાં માત્ર 4 મંદિરોમાં છે. રાચરડાનાં મંદિરમાં ભગવાન હનુમાનજીના વિશ્રામ અવસ્થામાં દર્શન કરી શકાય છે. 6 ફૂટ લાંબી, 4 ફૂટ પહોળી અને 1.5 ટન વજનની આ મૂર્તિ છે. નીમ કરોલી બાબાનાં આશીર્વાદથી થોડા દિવસ પહેલા જ મંદિરનું (Sankat Mochan Hanuman Temple) નિર્માણ કરવામાં આવ્યું છે. રાચરડા મંદિર ખાતે મહાયજ્ઞ સાથે સાંજે 108 દીવડાની હનુમાનજી દાદાની મહાઆરતી પણ કરવામાં આવશે. સાથે જ મંદિરે આવનારા ભક્તો માટે ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ હનુમાન મંદિર ટ્રસ્ટી ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું.

આ પણ વાંચો - Narak chaturdashi: બુધવારે ઉજવાશે નરક ચતુર્દશી, જાણો તેની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે

Tags :
Advertisement

Trending News

.

×