KHEDA : 999 વિઘામાં ફેલાયેલું સૌથી મોટું તળાવ થયું ઓવરફ્લો, 15 જેટલા ગામોમાં એલર્ટ જાહેર
- KHEDA જિલ્લામાં સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું
- 999 વિઘામાં ફેલાયેલું આ તળાવ ઓવરફ્લો થઈ ગયું
- તળાવના ઓવરફ્લો થવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ
KHEDA : સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી ભયંકર મેઘતાંડવ ચાલી રહ્યું છે.રાજ્યાના ઘણા વિસ્તારોમાં પૂર સમી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં લોકોના જન જીવનને પણ ઘણી અસર થઈ છે. હવે આ ભારે વરસાદને કારણે હવે ખેડા (KHEDA) જિલ્લામાંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડા (KHEDA) જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ હવે અતિ વરસાદને કારણે ઓવરફ્લો થયું છે. જેના કારણે આસપાસના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ
KHEDA જિલ્લામાં 999 વિઘામાં ફેલાયેલું તળાવ થયું ઓવરફ્લો
ખેડા (KHEDA) જિલ્લાનું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું છે.કપડવંજ તાલુકાના સાવલી તળાવમાં નવા નીરની આવક વધતા, 999 વિઘામાં ફેલાયેલું આ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે.તળાવના ઓવરફ્લો થવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ છે. સાવલી તળાવની આજુબાજુના 15 જેટલા નાના અને મોટા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. 15 વર્ષમાં પહેલી વાર આ તળાવ વધારે પાણીથી ભરાઈ ગયું છે, જેનાથી આજુબાજુના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
મેઘતાંડવમાં છેલ્લા 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે તો 23 હજાર લોકોનું રેસ્ક્યુ
અતિવૃષ્ટી કહી શકાય તેવા આ અતિ ભારે વરસાદના કારણે જવનજીવન ઠપ્પ છે. લોકો ઘરની બહાર નિકળી શકે તેમ નથી. લોકોના ઘરોમાં એક માળ સુધી પાણી ઘુસી ગયા છે તો દુકાનો પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. કરોડો રુપિયાનું નુકશાન થયું છે. ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા 4 દિવસમાં તો રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ગયો છે.
આજે આ જિલ્લાઓમાં જાહેર કરાયું RED ALERT
વધુમાં આજના દિવસ માટે ખાસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના હવામાન પાત્ર પર ત્રણ મહત્ત્વની સિસ્ટમો સક્રિય હોવાથી, રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે.જેના પગલે આજે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને સંભવિત પાણી ભરાવા માટે તાત્કાલિક તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Dr. Bharat Kanabar : " જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતા થી અવાજ...."