Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો

અહેવાલ -વિશ્વાસ ભોજાની , ગોંડલ  હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ગોંડલ શહેર તેમજ તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી, રાણસીકી, ધરાળા સહિતના ગામમાં...
ગોંડલ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો

અહેવાલ -વિશ્વાસ ભોજાની , ગોંડલ 

Advertisement

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ગોંડલ શહેર તેમજ તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી, રાણસીકી, ધરાળા સહિતના ગામમાં બપોરબાદ ગાજવીજ તેમજ પવન સાથેના ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

Image preview

Advertisement

દેરડી કુંભાજી ગામમાં અંદાજે અડધી કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દેરડી ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. કમોસમી વરસાદને પગલે તલ, બાજરી, જુવાર સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ હતી. તાલુકામા કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

Image preview

Advertisement

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી
આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4થી 5 મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે

Image preview

હાલ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદ થશે, જ્યારે આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે.

આ પણ  વાંચો- EDII એ વર્ષ 2023 માટે યુવાનો અને બાળકો માટે રાષ્ટ્રીય સમર કેમ્પની જાહેરાત કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.