Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાવલીનો ગોમા નદીનો પુલ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી

વડોદરાના સાવલી તાલુકાના દીપાપુરા ગામેથી પસાર થતી ગોમા નદીનો પુલ ઉપરવાસના વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ જતા 20 થી વધુ ગામોના હજારો નાગરિકોને ભારેઆપદા ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગોમા નદીમાં પાણી આવતા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે, પરિણામે સાવલી તેમજ ડેસર તાલુકાને જોડતો ગોમા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પુલ પર 5 ફૂટ જેટલા પાણી ફરી વળતા વાહન વ્યવહાર બિલકુ
સાવલીનો ગોમા નદીનો પુલ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી
વડોદરાના સાવલી તાલુકાના દીપાપુરા ગામેથી પસાર થતી ગોમા નદીનો પુલ ઉપરવાસના વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ જતા 20 થી વધુ ગામોના હજારો નાગરિકોને ભારેઆપદા ભોગવવાનો વારો આવ્યો છે. 
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગોમા નદીમાં પાણી આવતા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે, પરિણામે સાવલી તેમજ ડેસર તાલુકાને જોડતો ગોમા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પુલ પર 5 ફૂટ જેટલા પાણી ફરી વળતા વાહન વ્યવહાર બિલકુલ ઠપ્પ થઈ ગયો છે. પંથક વાસીઓને સામે પાર જવા માટે લાંબો ફેરો ખાવાનો વારો આવ્યો છે. 
દીપા પુરા, નારપુરા,  ગુતરડી , ગુલાબ પુરા, આનંદી ના મુવાડા,  નહારા , બાલાના મુવાડા, ચોર્યા ના મુવાડાના કાલોલ મંજુસર હાલોલ જીઆઇડીસીમાં નોકરી માટે જતા યુવકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.અભ્યાસ અર્થે જતો વિદ્યાર્થી વર્ગ ભારે મુશ્કેલીમાં  મુકાયો છે. 
આ બ્રિજ પરથી ડેસર જવા માટે 12 કિલોમીટરનું અંતર થાય છે તેના બદલે હવે ડેસર જવા માટે વાયા સાંઢાશાલ અને લટવા પરથી જવાથી 20 કિલોમીટર જેટલું અંતર થાય છે પરિણામે આ પંથકના રહેવાસીઓને લાંબો ફેરો ફરવો પડશે. 
પુલની આજુબાજુના 20 થી 25 ગામના ગ્રામજનો હાલાકીનો ભોગ બન્યા છે. સાવલી તાલુકામાં તો માત્ર બે થી ત્રણ ઇંચ જ વરસાદ વરસ્યો છે પરંતુ ઉપરવાસ માં વરસાદના પગલે પરિસ્થિતિ સર્જાઇ છે આ પુલ 2014માં બન્યો હતો અને બન્યાના બીજા વર્ષે જ પુલ જર્જરીત હાલતમાં થઈ ગયો હતો પરિણામે આ ગામના માજી સરપંચ જયેશભાઈ બાકરોલાએ  લોકસંવાદ સેતુમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી તેના પગલે નીતિનભાઈએ સિંચાઈ વિભાગના અધિકારીઓને ઘટતું કરવાની સૂચના આપી હતી પરંતુ તેમ છતાં અધિકારીઓએ લાલિયાવાડી ચલાવીને આ પુલ પ્રત્યે કોઈ જ ધ્યાન આપ્યું ન હતું અને આશરે બે કરોડના ખર્ચે બનેલ પુલ બે ત્રણ વર્ષમાં જ જર્જરીત હાલત માં થઈ ગયો હતો અને પંથકવાસીઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા હતા. 
આ પુલની હાલત બાબતે દીપાપુરા ગામના સરપંચ પતિ રમેશભાઈએ જણાવ્યું હતું કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાંય આ પુલ પ્રત્યે કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી અને હવે ઉપરવાસમાં પાણી આવવાના પગલે આ પુલ ચાર પાંચ મહિના સુધી સંપર્ક વિહોણો રહેશે એવું જણાવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.