Kheda : ખાખી ફરી બદનામ! પોલીસનો દારૂની મહેફિલ માણતો Video Viral
Kheda : ગુજરાતમાં દારૂબંદી (Liquor ban) ફક્ત નામની જ છે. આ વાતને હવે પોલીસ (Police) પોતે જ જાહેર કરી રહી હોય તેવા દ્રશ્યો અવાર-નવાર સામે આવતા રહ્યા છે. તાજેતરમાં આ ખાખીને બદનામ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઇ રહ્યો છે, જેમા ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બતાવ્યા મુજબ ત્રણ PI દારૂની મહેફીલ વચ્ચે કોઇ બાબતને લઇને એકબીજાને મારતા જોવા મળી રહ્યા છે.
ખેડાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ
ખેડા (Kheda) જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) નો એક વીડિયો વાયરલ થયો છે, જેમા તેઓ દારૂની મહેફિલ માણતા સમયે બબાલ કરતા નજરે ચઢે છે. મળી રહેલી માહિતી અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ (Police Inspector) જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ (Harpal B. Chauhan) તથા યશવંત આર. ચૌહાણ (Yashwant R. Chauhan) અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર (R.K.Parmar) છે. આ ત્રણ PI સિગારેટ અને દારૂની મહેફિલ સાથે બબાલ કરી હોય તેવું વીડિયો (Video) માં જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ આપવામાં આવ્યો છે.
રાજકોટમાં પણ ખાખીને લાગ્યો દાગ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શુક્રવારે 23 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં પણ એક પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ (Kalavad Road in Rajkot) પર એક પોલીસકર્મી (Policemen) એ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા, જ્યા ખબર પડી કે જે પોલીસકર્મી (Policemen) એ આ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં છે. પોલીસકર્મીને નશાની હાલતમાં જોઇ ત્યા હાજર એક શખ્સે આ ઘટનાનો એક વીડિયો (Video) બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો - રાજકોટમાં ખાખીને ફરી લાગ્યો દાગ ? જાણો વિગત
આ પણ વાંચો - અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ