વરસાદ વિનાશ વેરશે! આ 7 રાજ્યોમાં મેઘરાજાનો ચક્રવ્યૂહ ફેરવાશે
બે દિવસ સુધી ભારેથી અતિ ભારે Rainfall પડી શકે છે
45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો
અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે
IMD heavy rainfall alerts : સપ્ટેમ્બર મહિનામાં પણ દેશમાં વાતાવરણ ખુશનુમા રહે છે. આગળના સમયમાં પણ ભારતવાસીઓને વરસાદી માહોલનો સામનો કરવો પડશે. ત્યારે આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું રહેશે અને વચ્ચે-વચ્ચે મેઘ મલ્હાર થતી રહેશે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી બે દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે Rainfall પડશે.
બે દિવસ સુધી ભારેથી અતિ ભારે Rainfall પડી શકે છે
IMD અનુસાર, પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર-West Bengal ની ખાડી પર નજીવું દબાણ જોવા મળી રહ્યું છે. આ દબાણના કારણે આંધ્ર પ્રદેશમાં કલિંગપટ્ટનમથી લગભગ 270 કિમી પૂર્વમાં, ઓડિશાના ગોપાલપુરથી 210 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પારાદીપથી 230 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને West Bengal માં દીઘાથી 370 કિમી દક્ષિણમાં સ્થિત છે. જોકે West Bengal ના દરિયાકાંઠે આ દબાણ તીવ્ર જોવા મળી રહ્યું છે. તેથી 9મી સપ્ટેમ્બરની બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચે ઓડિશા અને તેની નજીકના West Bengal ના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. તે આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા અને West Bengal, ઝારખંડ અને અડીને આવેલા ઉત્તર છત્તીસગઢના ગંગાના મેદાનોમાંથી પસાર થવાની સંભાવના છે.
આ પણ વાંચો: BJP એ બ્રિજભૂષણને વિનેશ-પુનિયા વિરુદ્ધ ન બોલવાની આપી સલાહ
45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો
IMD એ ભારે વરસાદને લઈ ચેતવણી જાહેર ક રી છે. આ અંતર્ગત 10-11 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. છત્તીસગઢ, તેલંગાણા, West Bengal ના ગંગા ક્ષેત્ર, ઝારખંડમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિ ભારે Rainfall પડી શકે છે. તે ઉપરાંત 9 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને મંગળવારે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, West Bengal અને તેને અડીને આવેલા બાંગ્લાદેશના દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે
8 સપ્ટેમ્બરની રાત્રિથી 10 સપ્ટેમ્બરની સવાર સુધી પવનની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઈ શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે તેમાં ઘટાડો થશે. તો માછીમારો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. માછીમારોને 11 સપ્ટેમ્બરની બપોર સુધી આંધ્રપ્રદેશ, ઓડિશા, West Bengal ના દરિયાકાંઠામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તોફાન અને ભારે વરસાદને કારણે દરિયામાં તોફાન જોવા મળશે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: Bajrang Punia ને મારી નાખવાની મળી ધમકી, કોંગ્રેસ છોડી દો નહીંતર...